નવસારી, સાપુતારા: (Dang Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં બુધવારે ઝરમરીયો વરસાદ પડતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં વરસાદી (Rain) માહોલની સાથે સમયાંતરે ધુમ્મસીયા (Fog) વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા દ્રશ્યો મનમોહક બની ગયા હતા. સાપુતારામાં ધુમ્મસની ચાદર ફરી વળતા પ્રવાસીઓએ મન મુકીને આહલાદક વાતાવરણની મજા માણી હતી.
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં મેઘરાજાની ઈનિંગ હાલમાં બે દિવસ સુધી રહ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી. બે દિવસનાં વિરામ બાદ આજરોજ મોડી સાંજે ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારનાં ગામડાઓમાં ઝરમરીયો સ્વરૂપેનો વરસાદ પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં વરસાદી માહોલની સાથે સમયાંતરે ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા દ્રશ્યો મનમોહક બની ગયા હતા. ઉપરાંત નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પરંતુ 1 તાલુકો સૂકો રહ્યો હતો. જોકે આજે નવસારીમાં મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું.
નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગત મંગળવારે સાંજે 6 વાગ્યેથી બુધવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં ખેરગામ તાલુકામાં 11 મી.મી., જલાલપોર તાલુકામાં 4 મી.મી., નવસારી તાલુકામાં 3 મી.મી., ચીખલી તાલુકામાં 3 અને ગણદેવી તાલુકામાં 3 મી.મી.વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદા તાલુકામાં વરસાદ નહીં પડતા સૂકો રહ્યો હતો.
બુધવારે નવસારીમાં મહત્તમ તાપમાન વધુ 2.5 ડિગ્રી ગગડતા 29 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન વધુ 0.5 ડિગ્રી વધતા 24.5 ડિગ્રી નોંધાયુ હતું. બુધવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 92 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. જયારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 5.6 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા.