Gujarat

રાજ્યમાં ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ એકથી બે ઈંચ વરસાદ

ગુજરાત પરથી હાલમાં લો પ્રેશર સિસ્ટમ સરકીને ઉત્તર ભારત તરફ જતી રહેતા હવે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં જ આજે વરસાદ જોવા મળ્યો હતો. બુધવારે રાજ્માં સરેરાશ 63 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં વલસાડના ધરમપુરમાં બે ઈંચ, કપરાડામાં દોઢ ઈંચ, ખેરગામમાં પોણો ઈંચ, તાપીના ડોલવણમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. અન્ય જિલ્લાઓમાં 19 મીમીથી ઓછો વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 122 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં તાપીના ડોલણ અને સુરતના બારડોલીમાં સવા ઈંચ વરસાદ થયો હતો. ખેરગામ અને ડાંગ આહવામાં એક ઈંચ, કુકરમુન્ડા અને વ્યારામાં એક ઈંચની આસપાસ વરસાદ થયો હતો.

Most Popular

To Top