સુરત: રેલવેમાં (Railways) મુસાફરી કરવા માટે રેલવે વિભાગ અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જેવી રીતે ધાબળો, ચાદર, ભાડામાં (Rent) થોડી રાહત જેવી અનેક સુવિધાઓ આપે છે . પરંતુ કોરોનાના (Corona) સમય દરમિયાન થોડા સમય માટે રેલ્વે બંધ હતી. તેની અસર ઓછી થતાં હવે બધી સુવિધાઓ અને રેલ્વે પણ ચાલુ થઈ ગઈ છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં વરિષ્ઠ નાગરિકોને (senior citizens) ભાડામાં મળતી સુવિધાઓ ચાલુ થઈ નથી તેના લીધી અનેક વરિષ્ઠ લોકોએ રેગ્યુલર (Regular) ભાડું આપીને મુસાફરી કરી છે. આ વાતથી રેલવે વિભાગને ગયા વર્ષ કરતાં વધારે નફો થયો છે.
છેલ્લા 2 વર્ષમાં દેશભરના વરિષ્ઠ નાગરિકોને રેલવેના ભાડામાં કોઈ પણ પ્રકારની છૂટ આપી નથી, તેઓ રેગ્યુલર ભાડું ભરીને જ મુસાફરી કરી રહ્યા છે. બે વર્ષમાં લગભગ 4.20 કરોડ વરિષ્ઠ નાગરિકો મુસાફરી કરી છે. ભાડાની છૂટ ના આપવાથી રેલવે વિભાગે લગભગ 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. કોરોનાકાળ પછીના સમયે રેગ્યુલ રેલવેને સ્પેશિયલ ભાડાંવાળી રેલવે કરી તેમાં રેગ્યુલ ભાડાં કરતાં વધારે ભાડું લઈને ચાલુ કરવામાં આવી હતી. તેથી સમાન્ય રીતે રેલવેની મુસાફરી માટે આપવામાં આવતું હતું તે હવે આ સ્પેશિયલ ભાડાવાળી રેલવેમાં આપવામાં આવતું નથી.
પહેલા એસી કોચમાં ધાબળા, ચાદર અને તકિયાની સુવિધા આપવામાં આવતી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. તેમજ જનરલ તથા વેઇટિંગ ટિકિટ પર હવે મુસાફરી નહીં થાય. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના અંતે રેલવેને રેગ્યુલર રીતે ચાલુ કરી દેવામાં આવી અને તેમાં મળતી અનેક સુવિધાઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે. સ્પેશિયલ રેલવે પછી રેગ્યુલર રેલવેની જેમ ચાલુ થઈ જવાથી ઓછા ભાડાવાળી જનરલ ટિકિટ પણ શરૂ થઈ ગઈ છે. પરતું વરિષ્ઠ નાગરિકોને ભાડાંમાં મળતી રાહત હજી સુધી ચાલુ કરવામાં આવી નથી.
દેશવ્યાપી લોકડાઉન પછી રેલવેનું સંચાલન અને રેલવે સુવિધાઓ પછી શરૂ થઈ છે તેવામાં ત્યારથી 31 જાન્યુઆરી સુધી લગભગ 4.20 કરોડ વરિષ્ઠ નાગરિકોને ભાડામાં કોઈ પણ પ્રકારની રાહત વગર મુસાફરી કરવી પડી હતી. આ છૂટ વગરની મુસાફરીથી રેલવે વિભાગને લગભગ 250 કરોડથી પણ વધારે નફો થયો છે. જો આ છૂટ આપવામાં આવે તો તેમણે આ વધારાનો નફો નહીં થાત તે જ માટે તેઓએ આ છૂટ આપવાને બદલે કમાણી કરવામાં વ્યસ્ત છે.
મળતી માહિતી મુજબ પહેલા વરિષ્ઠ મહિલાઓને 50% અને પુરૂષોને 40% ભાડામાં છૂટ આપવામાં આવતી હતી. આ સુવિધા ન આપવાને લીધે પશ્ચિમ રેલવેએ 1એપ્રિલ, 2021 થી 21ફેબ્રુઆરી,2022 સુધીમાં ગયા વર્ષ કરતાં 28% વધુ કમાણી કરી છે. આ વર્ષે તેમની કમાણી 13090 કરોડ રૂપિયાની છે. આ અંગે સુમિત ઠાકુર કે જે પશ્ચિમ રેલવેના સીપીઆરઓ છે તેમને કહ્યું કે કોરોનાની અસર ઓછી થઈ ગઈ છે તેમાં રેલવે પણ રેગ્યુલર રીતે ચાલુ થઈ ગઈ છે અને તેમાં મળતી સુવિધાઓ પણ ચાલુ થઈ ગઈ છે પણ વરિષ્ઠને ભાડામાં મળતી છૂટ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.