આમ તો આપણે સૌએ ટ્રેનની (Train) મુસાફરી કરી છે. જો તમે ક્યારેય લોકલ ટ્રેનમાં (Local Train) મુસાફરી કરી હોય તો ટિકિટ (Ticket) ખરીદવા માટે લાંબી લાઈનમાં (Line) ઉભા રહેવાથી લઈને ટ્રેનમાં ચઢવા સુધીના સંઘર્ષથી તમે સારી રીતે વાકેફ હશો. ટ્રેનની મુસાફરી વખતે સૌથી મોટી સમસ્યા ટિકિટ અંગેની જોવા મળે છે. ઘણીવાર લાંબી કતારમાં સ્ટેશન (Station) પર ઘણો સમય ઉભા રહી ટિકિટ લેવી સૌથી કંટાળાજનક સમસ્યા બની રહેતી હોય છે. અને જો એમા પણ કોઈ બિનઅનુભવી ટિકિટ આપનાર હોય તો તો……
- વીડિયો આમ તો માત્ર 18 સેકન્ડનો છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર ઘૂમ મચાવી રહ્યો છે
- આ ચાચા 15 સેકન્ડમાં ત્રણ મુસાફરોની ટિકિટ કાપી નાખે છે
- વીડિયોને જોયા પછી લોકો કહી રહ્યાં છે કે દરેક રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર આવા ‘સુપરફાસ્ટ’ સ્ટાફની જરૂર છે
- વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ક્યાંક ભારતીય રેલ્વેમાં… આ માણસની સ્પીડ અદ્ભુત
આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં (Social Media) વાઈરલ થયો છે. આ વીડિયો (Video) આમ તો માત્ર 18 સેકન્ડનો છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર ઘૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ઈન્ડિયન રેલવેના એક વૃદ્ઘ કર્મચારી માત્ર થોડી જ સેકેન્ડમાં ટિકિટ આપે છે. જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોયા પછી લોકો કહી રહ્યાં છે કે દરેક રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર આવા ‘સુપરફાસ્ટ’ સ્ટાફની જરૂર છે.
આ વીડિયો 29 જૂને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ક્યાંક ભારતીય રેલ્વેમાં… આ માણસની સ્પીડ અદ્ભુત છે.તે 15 સેકન્ડમાં 3 મુસાફરોને ટિકિટ આપે છે.આ ક્લિપ 18 સેકન્ડની છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વૃદ્ધ વ્યક્તિ (રેલ્વે કર્મચારી) ટિકિટ વેન્ડિંગ મશીનમાંથી ઉતાવળમાં મુસાફરોને ટિકિટ આપી રહ્યો છે. તેની સ્પીડ એટલી ઝડપી છે કે તે 15 સેકન્ડમાં ત્રણ મુસાફરોની ટિકિટ કાપી નાખે છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકો ચાચાની અદભૂત કુશળતા જોઈને દંગ રહી ગયા. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ વીડિયો તેમના વર્ષોનો અનુભવ દર્શાવે છે.