નવી દિલ્હી: બોલિવુડની (Bollywood) ઓહ માય ગોડ ફિલ્મે (Film) ધણાં લોકોની આંખ ખોલી નાંખી હતી. જો કે આ ફિલ્મ થોડી અજીબો ગરીબ હતી કારણકે ભગવાન (God) ઉપર કેસ કરવો અને ન્યાય પણ મળવો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના મુરૈનામાં થયો છે. આ કિસ્સો પણ થોડા વિચિત્ર છે કારણકે આ કેસમાં રેલ્વે (Railway) વિભાગે હનુમાનજીના નામે લીગલ નોટિસ તૈયાર કરી તેમને ફટકારી છે. જો કે આ કેસ અંગે કોઈ પુરાવા મળી આવ્યા નથી.
જાણકારી મુજબ રેલ્વે વિભાગે હનુમાનજીને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તેમને આ જમીન ખાલી કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવશે. જો આ 7 દિવસમાં જગ્યા ખાલી કરવામાં ન આવશે તો મંદિરને ત્યાંથી હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે જો મંદિર હટાવવામાં આવશે નહિ તો પ્રશાસન દ્વારા કાનૂની પ્રક્રિયા દ્વારા આ મંદિરને જગ્યા પરથી ખસેડવામાં આવશે. આ ઉપરાંત લખવામાં આવ્યું છે કે આ અંગેનો તમામ ખર્ચ બજરંગબલી પાસેથી વસૂલવામાં આવશે. આ ફોટો હાલ ચર્ચાનો વિષય બન્યો છે તેમજ સોશિયલ મીડિયામાં આ ફોટો ખૂબ વાઈરલ
થઈ રહ્યો છે.
જાણકારી મુજબ આ કિસ્સો મુરૈનાના સબલગઢનો છે. અહીં ગ્વાલિયર શ્યોપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે. સબલગઢ સ્થિત 11 મુખી હનુમાન મંદિર બ્રોડગેજના માર્ગમાં આવી રહ્યું છે. એટલા માટે રેલ્વે વિભાગ દ્વારા મંદિરને અતિક્રમણ માનવામાં આવે છે અને રેલ્વે વિભાગે આ સંદર્ભમાં બજરંગબલીના નામે નોટિસ જારી કરી છે. આ નોટિસ રેલવે દ્વારા 8 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવી છે. રેલવે દ્વારા આ મામલામાં હનુમાનજીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
બજરંગબલીને પક્ષકાર માનીને રેલવે દ્વારા નોટિસમાં લખવામાં આવ્યું છે કે તમારું ઘર રેલવેની જમીન પર છે. 7 દિવસમાં આ ઘર જાતે જ હટાવી દો, નહીં તો રેલવે વિભાગ અને પ્રશાસન દ્વારા અતિક્રમણની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અતિક્રમણ દૂર કરવામાં આવશે. તે જ સમયે, રેલ્વેએ નોટિસમાં લખ્યું છે કે આનો સંપૂર્ણ ખર્ચ હનુમાનજીએ ચૂકવવો પડશે.
મંદિરમાં આવનારા ભક્તોનું કહેવું છે કે આ ખૂબ જ વિચિત્ર કિસ્સો છે. જો કે આ મામલામાં રેલ્વે વિભાગના જનસંપર્ક અધિકારી મનોજ કુમારનું કહેવું છે કે આવું ભૂલથી થયું છે. જોકે, હવે આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે મંદિરની બહાર લગાવેલી નોટિસ વાંચવા માટે પણ લોકોની ભીડ લાગી રહી છે.