પરપ્રાંતીય કામદારો તેમના વતન તરફ હિજરત કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે રેલવેએ શુક્રવારે કહ્યું હતું કે ટ્રેન સેવાઓ ઘટાડવા અથવા બંધ કરવાની રેલવેની કોઈ યોજના નથી અને મુસાફરોને ખાતરી આપવામાં આવી છે કે ગત લોકડાઉન જેવી પરિસ્થિતિ નહીં સર્જાય.
રેલવે બોર્ડના અધ્યક્ષ સુનીત શર્માએ મુસાફરોને ખાતરી આપી હતી કે ટ્રેનોની કોઈ અછત નથી અને રેલવે તેમને ટૂંકી સૂચના પર સેવામાં મૂકવા તૈયાર છે.
ટ્રેન સેવાઓ ઘટાડવા અથવા બંધ કરવાની કોઈ યોજના નથી. અમે જરૂરી એટલી સેવાઓ ચલાવીશું. ગભરાટનું કોઈ કારણ નથી. જો કોઈ ધસારો હોય તો અમે માગ પર તુરંત ટ્રેનો દોડાવી શકીએ છીએ.
ઉનાળાની ઋતુમાં આ ધસારો સામાન્ય છે અને અમે ધસારો દૂર કરવા માટે ટ્રેનોની ઘોષણા કરી દીધી છે, એમ તેમણે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું.