Vadodara

શહેરમાં વિવિધ સર્કલો પર મુકાયેલા ટ્રાફિકબુથો પર ચાલતું જાહેરાતોનું કરોડોનું કૌભાંડ?

વડોદરા: શહેરમાં પાલિકાએ સર્કલો અને ચાર રસ્તા પર લાગેવાલ ગેરકાયેદ હોર્ડિંગ્સ સામે સપાટો બોલાવ્યો છે પરંતુ કેટલીક સંસ્થા, એજન્સીઓ સેવાના નામે મેવા કમાઇ રહી છે. જેમાં ટ્રાફિક જવાનો ઉનાળામાં તડકાથી અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળી રહે માટે રૂફ સ્ટેન્ડ (છત્રીઓ)મુકી આપે છે. ચોવીસ કલાક અવર જવર રહેતી હોવાથી લોકો દેખાય માટે રૂફ સ્ટેન્ડ પર પોતાના નામની લાઇટિંગ વાળી જાહેરાત બોર્ડ મારી દેતા હોય છે. ત્યારે આવી જાહેરાતોથી પોલીસ અને પાલિકા જાણે છે કે પછી અજાણ છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ એક પ્રકારની કોમર્શિયલ જાહેરાત જ તો શુ આવા બોર્ડ સામે કાર્યવાહી કરાશે ખરી ? બીજી તરફ આવા જાહેરાતમાંથી કરોડોની થતી કમાણ કોઇણ લઇ જાય છે. હોર્ડિંગ્સ લગાવવા માટે પાલિકાના જમીન મિલકત શાખામાંથી મંજૂર લીધા બાદ મુકાતા હોય છે છે પરંતુ કેટલાક નેતાઓના આશીર્વાદધી બિન્દાસ્ત રીતે ચાર રસ્તા પર હોર્ડિગ્સ લગાવી દેવાતા હોય છે. પરંતુ પાલિકાએ આવા હોર્ડિંગ્સ સામે સપાટો બોલાવીને તાજેતરમાં જ શહેરમાંથી હોર્ડિગ્સો દૂર કરાયા હતા. બીજી તરફ કંપનીઓ અને એજન્સીઓ સહિતના અને સંચાલકો સેવાના નામે પણ મેવા કમાઇ લેતા હોય છે.

જેમાં શહેરમાં ચોવીસ કલાક અવર જવર રહેતી તેહા ચાર રસ્તા અને સક્લો પર ઉભા રહેતા ટ્રાફિકના જવાનો ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળી રહે તેવા હેતુસર રૂફ સ્ટેન્ડ (છત્રીઓ) મુકી આપવામાં આવે છે. પરંત રૂફ સ્ટેન્ડ એકલા મુકી દેવામાં આવતા નથી તેના પર પોતાની નામની જાહેરાત પણ મુકી દેવાતી હોય છે. ચાર રસ્તા પરથી જતા આવતા તમામ લોકોની તેના પર નજર રહે માટે ના પર ચારબાજુ લાઇટિંગના લગાડેલી હોય છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્કલો પર છત્રીઓ પર જાહેરાત લગાડેલી હોય છે. જેનાથી એજ્સીઓ અને સંસ્થાનો સેવાના નામે મેવા કમાઇ રહી છે.

Most Popular

To Top