સ્ટેટ મોનીટરીંગ સેલના શહેરમાં દરોડા, જુગાર રમતા 9 જુગારીયાઓ ઝડપાયા

વડોદરા : શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કિશનવાડી વિસ્તારમાં ચાલી રહેલા વરલી મટકાના જુગાર પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે ગત રોજ બાતમીના આધારે કિશનવાડી મહાકાલીનગર વિભાગ-2 મા ચાલતા વરલી મટકાના જુગારને દરોડા પાડી ઝડપી પાડ્યો હતો. સાથે સ્થળ પરથી જુગારના રોકડ રૂ.37 હજાર તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગત રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાંથી જુગાર રમતા 9ને ઝડપી પાડ્યા હતા. સામાન્ય રીતે જ્યારે જે તે રાજ્યાના જેતે વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડી ગેરકાયદે ચાલતી પ્રવૃતી પકડે છે. ત્યારે જેતે વિસ્તારની સ્થાનીક પોલીસ પર કાર્યવાહી થતી હોય છે. અને જ્યારે કોઈ મોટો ગુનો ડીટેક્ટ થાય ત્યારે ડાયરેક્ટ DGP ઓફિસથી સ્થાનિક પોલીસ પર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગત રોજ ઝડપાયેલ ગણનાપાત્ર ગુનો હોવાથી તેની પ્રાથમિક તપાસનો ઓડર CP રીડર બ્રાન્ચ દ્વારા આપવામાં આવે છે.  DCP ઝોન-3 કરણરાજ વાઘેલાના જણાવ્યા મુજબ ઉપરોક્ત મામલે CP રીડર પી.ડી પરમારને વાત કરી પુછવા કહ્યું હતું. કારણ તપાસના ઓડર CP રીડર બ્રાન્ચ આપે છે. જોકે હાલ આ તપાસ વાડી પોલીસને સોંપી છે.

રવિવારે CP રીડરને કોઈએ ડિસ્ટર્બ કરવા નહીં!
શહેરીજનોની સુરક્ષા કાજે એક તરફ પોલીસ કર્મીઓ રાત દિવસ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. તો બીજી તરફ કેબીનમાં બેસી ફરજ બજાવનાર CP રીડર બ્રાન્ચના પીઆઈ પી.ડી. પરમાર જેઓ ફોન પર કહે છે કે, “મને ડિસ્ટર્બ કરવાનો નહીં, આજે રવિવાર છે શા માટે ફોન કરો છો?” તેમ કહી ફોન ડિસકનેક્ટ કરી દિધો હતો. તેમના ઉપરી અધિકારીના ફરમાનને પણ નેવે મુકી CP રીડર કહેવાતા પીઆઈએ લોકતંત્રના ચોથા સ્તંભ સાથે તુમાખી ભર્યુ વર્તન કરતા ચર્ચાના એરણે ચઢ્યા છે. ત્યારે CP રીડર પીઆઈ આમ જનતા સાથે કેવુ વર્તન કરતા હશે તેવા અનેક પ્રશ્નો લોકમુખે ઉઠ્યા છે.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓના નામ
સુરેશ કહાર, સુનીલ કહાર, રાજુ સીંધી, સાહિદખાન પઠાણ, રહેમતુલ્લા મેમણ, આમીર પઠાણ, ખોડીદાસ પરમાર, યુનુશ મંસુરી, હીમત બારીયા

Most Popular

To Top