World

અમેરિકામાં રાહુલ ગાંધીની ભવિષ્યવાણી: કહ્યું, આગામી 3-4 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સફાયો થશે

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનો (RahulGandhi) વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં (IndianPolitics) ગરમાટો લાવે છે. હાલ રાહુલ ગાંધી અમેરિકાના (America) પ્રવાસે (Tour) છે. અહીં તેમણે ગુરુવારે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ક્યારેક પીએમ મોદી (PMModi) પર નિશાન સાધ્યું તો ક્યારેક ભાજપ (BJP) પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હું આગાહી કરી શકું છું કે આગામી ત્રણ-ચાર વિધાનસભા ચૂંટણીમાં (AssemblyElections) કોંગ્રેસ ભાજપનો સફાયો કરશે. 

રાહુલ ગાંધી છ દિવસના યુએસ પ્રવાસ પર છે અને બુધવારે ભારતીયો સાથેની તેમની પ્રથમ વાતચીત પહેલાથી જ વિવાદનું કેન્દ્ર બની ચૂકી છે. નવી સંસદ ભવન પર તેમની ટિપ્પણી માટે, કોંગ્રેસ નેતા પર ફરી એકવાર વિદેશી ધરતી પર ભારતનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. આ સાથે જ હવે ભાજપનો સફાયો થઈ જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 

મોદી પર સતત હુમલાખોર
તેમના માટે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે લોકોને ખોટી માન્યતા છે કે બીજેપી અને RSSનો રથ આ રીતે અટકી શકે નહીં. જ્યારે આવું કંઈ નથી. રાહુલે કહ્યું કે હું આગાહી કરી શકું છું કે તમે જોશો કે આગામી ત્રણ-ચાર ચૂંટણીમાં અમે ભાજપ સાથે લડીશું અને તેમનો સફાયો થઈ જશે. 

મીડિયા માત્ર પીએમ મોદીના ગુણગાન ગાશે
હું તમને કહી શકું છું કે આ વિધાનસભા ચૂંટણીમાં તેમને ખરેખર મુશ્કેલ સમય પસાર કરવો પડશે. કર્ણાટકમાં અમે જે કર્યું છે તે અમે તેમની સાથે કરીશું. રાહુલે ભારતના મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો તમે ભારતીય મીડિયાને પૂછો તો તેઓ કહેશે કે આવું કંઈ થવાનું નથી. જો કે, તમે જોઈ શકો છો કે, કર્ણાટકમાં 10 મેના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નોંધપાત્ર બહુમતી મેળવી હતી અને ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દીધું હતું,

ભારતીય મીડિયા હાલમાં ભાજપનો પ્રચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તમે પોતે જ જુઓ છો કે 60 ટકા લોકો ન તો ભાજપને વોટ આપે છે અને ન તો પીએમ મોદીને. પરંતુ તેઓ તેમની જીતનો પ્રચાર કરવામાં સારા છે કારણ કે તેમની પાસે સાધન છે. જો કે, મોટાભાગની ભારતીય વસ્તી તેમને ટેકો આપતી નથી. અન્ય એક પ્રશ્નના જવાબમાં ગાંધીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે કોંગ્રેસ ભાજપને હરાવી શકશે. 

રાહુલ ગાંધીએ દાવા સાથે કહ્યું હતું કે, આ વર્ષના અંતમાં પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, જે 2024 માં નિર્ણાયક સામાન્ય ચૂંટણીઓ માટે સ્ટેજ સેટ કરશે.

મોદીને હરાવવા શક્ય નથી
રાહુલ ગાંધીએ એ વાત પણ સ્વીકારી હતી કે પુનઃનિર્માણ સરળ રહેશે નહીં. તે મુશ્કેલ હશે. આમાં સમય લાગશે. તેમણે કહ્યું કે તમે મીડિયામાંથી સાંભળશો કે મોદીને હરાવવા અસંભવ છે. તેમાં મોટાભાગની અતિશયોક્તિ છે. મોદી ખરેખર ખૂબ નબળા છે. દેશમાં ભારે બેરોજગારી છે. દેશમાં મોંઘવારી વધી છે. આ તમામ બાબતો ભારતના લોકોને ખૂબ જ ખરાબ રીતે ડંખે છે. 

Most Popular

To Top