રાહુલ ગાંધી થોડા થોડા વખતે અમેરિકા કે ઇંગ્લેન્ડ જાય છે. આ વખતે કોલંબીઆ ગયા છે ત્યાં ભારત અને ભારતની લોકશાહી વિશે પોતાનું જ્ઞાન ત્યાંનાં નવાં વિદ્યાર્થીઓને પીરસે છે. એમનાં એ વિદ્યાર્થી અપરિપકવ અને આજના યુવા હોય જેમને ભારત, ભારતના ઇતિહાસ કે ભારતની લોકશાહી વિશે બહુ ઓછી માહિતી હોય એટલે એ રાહુલને હીરો માની લે છે. નસીબના જોરે વિપક્ષના નેતા બની ગયેલા રાહુલને દેશ પ્રત્યે પ્રેમ ન હોય એ સ્વાભાવિક છે.
પરિવારવાદને કારણે અને ભ્રામક ગાંધી અટકને લીધે એ લીડર છે બાકી એમની હેસિયત કેટલી છે એ બધા જાણે છે. હકીકતમાં હવે ટી.વી. અને પ્રીન્ટ મીડિયાએ એમની આવી વિદેશ યાત્રા અને ત્યાં આપેલા ભાષણને બિલકુલ મહત્ત્વ ન આપવું જોઇએ. આટલા મોટા ભારત દેશમાં રાજકારણ સિવાય પણ ઘણા બનાવ બનતા હોય છે. એ સામાન્ય પ્રજાજન સુધી પહોંચાડવા જોઇએ. ભારતમાં હજી પણ હીરો વરશીપ ચાલે છે એટલે સત્તા પક્ષ કે વિપક્ષના નેતાઓ વિશે સમાચારમાં છવાયેલા રહે છે જે યોગ્ય નથી.
હૈદ્રાબાદ – જીતેન્દ્ર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.