Gujarat

રાહુલ ગાંધી અમદાવાદમાં: ગુજરાતમાં ભાજપને હરાવવાનો મજબૂત પ્લાન અમલમાં મૂકવામાં આવશે

અમદાવાદ: આજથી બે દિવસના અમદાવાદ પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીનાં તમામ સભ્યોએ કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે શું કામગીરી થઈ શકે તે અંગે સંવાદ થયો હતો. સૂચનો સાથે નવા કાર્યક્રમો થકી ગુજરાતના નાગરિકોના અવાજને મજબૂત કરવા વિવિધ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસવામાં આવશે. ગુજરાતમાં ભાજપને હરાવવાનો મજબૂત પ્લાન અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. ગુજરાતથી સંગઠન વર્ષની શરૂઆત કરવામાં આવી છે.

એઆઈસીસીના સંગઠન પ્રભારી અને મહામંત્રી કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે, ગુજરાતથી સંગઠન વર્ષની શરૂઆત કરવામાં આવી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન યોજાયેલી બેઠકો કોંગ્રેસ સંગઠનની આંતરિક બેઠકો હતી, જેમાં અમારું સંપૂર્ણ ધ્યાન સંગઠનને મજબૂત કરવા પર છે. જે માટે પ્રદેશ, જિલ્લા અને તાલુકા સુધીના કોંગ્રેસજન પાસેથી કેવા ફેરફાર કરવા એ અંગે મંતવ્યો મેળવી ચર્ચા થઈ. સંગઠન પરનું ધ્યાન માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારતભર માટે છે. તા.8-9 એપ્રિલે યોજનારા અધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરાશે.

જિલ્લા પ્રમુખો સાથેના સંવાદમાં બૂથ સુધીના સંગઠનના માળખાને મજબૂત બનાવવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યોગ્ય રણનીતિ દ્વારા બુથ લેવલ સુધી સંગઠનને મજબૂત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીનાં સંવાદ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ તાલુકા-નગર પાલિકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંપૂર્ણપણે સ્થાનિક નેતૃત્વ સાથે ધરાતલ પર કોંગ્રેસ પક્ષની સારાં-નરસાં પાસાં અંગે ખુલ્લા મને રાહુલ ગાંધી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. તાલુકા સ્તરેથી પ્રદેશ સ્તર સુધી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા મહત્ત્વનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

શુક્રવારે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રથમ દિવસે મહત્ત્વની બેઠકોનો દોર પૂર્ણ થયો હતો. સૌપ્રથમ પૂર્વ પ્રમુખો, પૂર્વ નેતા વિપક્ષો સાથે જિલ્લા-શહેરના પ્રમુખો તાલુકા-નગરના પ્રમુખો સાથે રાજ્યની મુખ્ય સમસ્યાઓ, કોંગ્રેસના સંગઠન, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સ્થિતિ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતના નાગરિકોને ન્યાયની સાથે હક અને અધિકાર મળે એ માટે રચનાત્મક-આંદોલનાત્મક કાર્યક્રમોના આયોજન પર ભાર મૂક્યો હતો. સંગઠનમાં મોટાપાયે ફેરફાર સાથે હોદ્દેદારોને જવાબદારી સાથે જવાબદેહી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ગુજરાતમાં બેરોજગારી, મોંઘવારી, મહિલા સુરક્ષા, ખેડૂતોના પ્રશ્નો સહિત મહત્ત્વના મુદ્દાઓને આક્રમકતાથી રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top