National

મોદી-શાહે શેરબજાર પર ટિપ્પણી કરી લોકોના કરોડો ડુબાડ્યા, સ્ટોક માર્કેટનું સૌથી મોટું કૌભાંડ- રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે શેરબજાર પર સરકારની ટિપ્પણીઓને કારણે લાખો રિટેલ રોકાણકારોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે તેનાથી રોકાણકારોને 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે શેરબજારમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે. સંસદીય સમિતિ દ્વારા તેની તપાસ થવી જોઈએ. રાહુલે કહ્યું કે અમે નોંધ્યું કે ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાને દેશને બે-ત્રણ-ચાર વખત કહ્યું હતું કે શેરબજાર વધવા જઈ રહ્યું છે. શેરબજારમાં ઝડપથી રોકાણ કરવા કહ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી? અમિત શાહે જનતાને શેર ખરીદવાનું કેમ કહ્યું? રાહુલ ગાંધીએ કહ્યું કે ‘નકલી’ એક્ઝિટ પોલ પછી શેરબજારમાં ઉછાળો આવ્યો અને પછી 4 જૂને આખું બજાર તૂટી ગયું. રાહુલે કહ્યું કે અમિત શાહનું કહેવું છે કે 4 જૂન પહેલા શેર ખરીદો. મોદી કહે છે કે 4 જૂને સ્ટોક ખરીદો. 1 જૂને મીડિયા ખોટા એક્ઝિટ પોલ બહાર લાવે છે. આંતરિક એક્ઝિટ પોલમાં ભાજપને 220 બેઠકો મળી રહી હતી. શેરબજાર 3 જૂને તમામ રેકોર્ડ તોડી નાખે છે અને 4 જૂને ઘડામ દઈ તૂટી પડે છે. રાહુલે કહ્યું કે આ દર્શાવે છે કે કોઈને કોઈ કૌભાંડ થઈ રહ્યું છે. અહીં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. શેરબજાર ઘટ્યા પછી 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમે જે જોઈ રહ્યા છો તે શેરબજારના ઇતિહાસનું સૌથી મોટું નુકસાન છે.

રાહુલે પૂછ્યું- પીએમએ ખુદ દેશના લોકોને રોકાણની સલાહ કેમ આપી?
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે વડાપ્રધાને દેશના લોકોને રોકાણ કરવાની સલાહ કેમ આપી? ગૃહમંત્રીએ તેમને સ્ટોક ખરીદવાનો આદેશ કેમ આપ્યો? જે બંનેના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા તે અદાણી જીની ચેનલને આપવામાં આવ્યા હતા. તેઓ પહેલેથી જ સેબી દ્વારા તપાસ હેઠળ છે તેથી તેમની સામે તપાસ થવી જોઈએ. આ મોદીજીના નકલી રોકાણકારો છે અને જેઓ વિદેશી રોકાણકારો છે તેમની વચ્ચે શું સંબંધ છે અને જો કોઈ સંબંધ છે તો તેની તપાસ થવી જોઈએ. અમને આ અંગે પ્રશ્નો છે. અમે આ કૌભાંડ અંગે જેપીસીની માંગણી કરીએ છીએ. આ સમગ્ર મામલે રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે. આ એક ગુનાહિત કૃત્ય હતું.

રાહુલે કહ્યું- બીજેપીને ખબર હતી કે તેમને પૂર્ણ બહુમતી નહીં મળે
રાયબરેલી અને વાયનાડથી જીતેલા કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલીવાર અમે નોંધ્યું કે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન, ગૃહમંત્રી, નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને એક સંદેશ આપ્યો છે. તેમને માહિતી હતી કે ભાજપને પૂર્ણ બહુમતી મળવાની નથી. તેઓ જાણતા હતા કે 3-4 જૂને શું થવાનું છે. 30 લાખ કરોડનું નુકસાન થયું છે અને હજારો કરોડો રૂપિયાનો ચૂંટાયેલા લોકોએ લાભ મળ્યો છે. અમે વડા પ્રધાન, ગૃહ પ્રધાન, એક્ઝિટ પોલ કરાવનારાઓ અને વિદેશી રોકાણકારોની તપાસ ઈચ્છીએ છીએ.

Most Popular

To Top