કાનપુર: રાહુલ ગાંધીની (RahulGandhi) ભારત જોડો ન્યાય યાત્રાને (BharatJodoNyayYatra) લઈને કાનપુરમાં (Kanpur) પોસ્ટર (Poster) અને બેનર લગાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે એક એવું જ હોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. જેમાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને ‘શ્રી કૃષ્ણ’ (ShriKrishna) અને અજય રાયને (AjayRai) ‘અર્જુન’ (Arjun) તરીકે દર્શાવવામાં આવ્યા છે.
- ભારત જોડો યાત્રાના સ્વાગત માટે કાનપુરમાં પોસ્ટર લગાવાયા
- કોંગી નેતા સંદીપ શુકલાએ કૃષ્ણ-અર્જુનવાળું પોસ્ટર લગાડ્યું
- જે રીતે શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતનું યુદ્ધ જીતાડ્યું તે રીતે રાહુલ ગાંધી કોંગ્રેસને ભાજપ સામે ચૂંટણી જીતાડશે: સંદીપ શુકલ
આ હોર્ડિંગ કોંગ્રેસના નેતા એડવોકેટ સંદીપ શુક્લા દ્વારા લગાવવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે જે રીતે શ્રી કૃષ્ણે અર્જુનને મહાભારતનું યુદ્ધ જીતાડ્યું હતું, તેવી જ રીતે રાહુલ ગાંધી ભાજપ સામે ચૂંટણી કોંગ્રેસને જીતાડશે. ઉત્તર પ્રદેશમાં તેઓ અજય રાયના સારથિ બન્યા છે.
કાનપુર નગરમાં જુહરી દેવી કોલેજ પાસે રાહુલ ગાંધીના આગમન માટે બનાવેલા સ્ટેજની પાસે આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. કોંગ્રેસના યુવા નેતા સંદીપ શુક્લાએ આ હોર્ડિંગ લગાવ્યું છે.
નોંધનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીની મુલાકાત રાયબરેલીથી લખનૌ પહોંચી હતી, જ્યાં તેમણે ઘાટઘર વિસ્તારમાં રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધી બે દિવસના વિરામ બાદ એટલે કે 24 ફેબ્રુઆરીની સવારે મુરાદાબાદથી ફરી પોતાની યાત્રા શરૂ કરશે. ત્યાર બાદ તેઓ સંભલ, અલીગઢ, હાથરસ અને આગ્રા જિલ્લાઓને આવરી લેતા, યાત્રા રાજસ્થાનના ધોલપુર ખાતે રોકાશે.
બીજી તરફ ભાજપના રાજ્યસભા સાંસદ ડૉ.દિનેશ શર્માએ પણ રાહુલ ગાંધીના કૃષ્ણા પોસ્ટર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અયોધ્યામાં રામ મંદિર દર્શન કરવા જતા નથી. અને પોસ્ટરમાં તે પોતાને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યો છે.
જણાવી દઈએ કે રાહુલ ગાંધી આજે ઉન્નાવ અને કાનપુરમાં ન્યાય યાત્રા દરમિયાન રોડ શો કરશે. ત્યાર બાદ બે દિવસનો બ્રેક લેશે. પછી રાહુલ ગાંધી પશ્ચિમ યુપીમાં 24 અને 25 ફેબ્રુઆરીએ ન્યાય યાત્રા કાઢશે. ત્યાર બાદ આ પ્રવાસ પર 6 દિવસનો વિરામ લેશે. રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી લંડનના પ્રવાસે જશે.