National

રાહુલ ગાંધી ફરી વિવાદમાં ફસાયા, 108થી વધુ વાઈસ ચાન્સેલરોએ પત્ર લખી કર્યો વિરોધ

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એક વાર વિવાદમાં ઘેરાઇ ગયા છે. દેશના વાઈસ ચાન્સેલરો માટેના તેમના નિવેદનો બાદ દેશના અલગ-અલગ ભાગોના વાઈસ ચાન્સેલરો (Vice Chancellors) અને પ્રોફેસરોએ (Professors) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઓપન લેટર (Open letter) લખ્યો હતો. જેમાં તેમણે વાઇસ ચાન્સેલરોની પસંદગી પ્રક્રિયાને લઈને રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો વિરોધ કર્યો હતો.

વાસ્તવમાં વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશની યુનિવર્સિટીઓ આરએસએસના લોકોથી ભરાઈ રહી છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ દેશના વિવિધ ભાગોના 108 વાઈસ ચાન્સેલરો અને પ્રોફેસરોએ રાહુલ ગાંધીની ટિપ્પણીનો વિરોધ કરતો ઓપન લેટર લખ્યો હતો.

વાઈસ ચાન્સેલરોએ તેમના ઓપન લેટરમાં પ્રોફેસરો અને વાઇસ ચાન્સેલરની પસંદગી પ્રક્રિયા પર સવાલો ઉઠાવીને ટીકા કરવા અંગે વાત કરવામાં છે. તેમજ રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતો. આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ રાજકીય લાભ મેળવવા માટે ખોટા આક્ષેપોનો સહારો લીધો હતો અને સમગ્ર વ્યવસ્થાને બદનામ કરી છે. અમે અપીલ કરીએ છીએ કે તેમની સામે કાયદા મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
એક મીડિયા રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીએ હાલમાં જ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક, મેરીટ અને લાયકાતના આધારે નહીં પરંતુ કેટલીક સંસ્થાઓ સાથેના સંબંધોના આધારે કરવામાં આવે છે. રાહુલ ગાંધીના આ નિવેદનનો વિરોધ કરતા ઘણા વાઈસ ચાન્સેલરો અને પ્રોફેસરોએ યુનિવર્સિટીના ચાન્સેલરોની પસંદગી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શક ગણાવી છે.

ઓપન લેટરમાં આગળ લખવામાં આવ્યું હતું કે દેશભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો અને પ્રોફેસરોની પસંદગી પ્રક્રિયાનું તાજેતરમાં કરવામાં આવેલા પાયાવિહોણા આરોપો દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ જુઠ્ઠાણાનો આશરો લીધો છે અને પ્રક્રિયાને બદનામ કરી છે તે હકીકતને ધ્યાનમાં રાખીને તેમની સામે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આ સાથે જ લખવામાં આવ્યું છે કે લાયકાત, વિશેષતા અને પ્રમાણિકતાના આધારે વાઇસ ચાન્સેલરની પસંદગીમાં પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે છે. જ્ઞાનના રક્ષક અને વહીવટકર્તા તરીકે, અમે અખંડિતતા, નૈતિક વર્તન અને સંસ્થાકીય અખંડિતતા જાળવવા માટે જવાબદાર છીએ.

Most Popular

To Top