નવી દિલ્હી, તા. 08 (પીટીઆઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની સમીક્ષા કરતાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે, ‘ખર્ચે પે ચર્ચા’ (ખર્ચ અંગેની ચર્ચા) પણ થવી જોઈએ. કારણ કે, કેન્દ્રના કરવેરાના કારણે કારના ઈંધણ ભરાવવું પરીક્ષા આપવા કરતાં ઓછું મુશ્કેલ રહ્યું નથી.
કૉંગ્રેસ ઈંધણ અને ગેસના ભાવમાં થયેલા વધારા અંગે સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે અને માંગ કરી છે કે, યુપીએ સરકાર સત્તા પર આવી તે સમયે પેટ્રોલ-ડીઝલના જે ભાવ તે પાછા લાવવામાં આવે.
રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના કરવેરાના કારણે કારમાં ઈંધણ ભરાવવું એ પરીક્ષા આપવા કરતાં ઓછું રહ્યું મુશ્કિલ નથી. તે અંગે વડાપ્રધાન ચર્ચા કેમ નથી કરતા? તેમણે કહ્યું કે, ખર્ચે પે ભી હો ચર્ચા (ખર્ચ અંગે પણ ચર્ચા થવી જોઈએ).