SURAT

સુરતની ‘રાધે ઢોકળા’ રેસ્ટોરન્ટના પનીરના શાકમાં ‘વંદો’ નીકળતા સીલ મારી દેવાયું, અન્ય બ્રાન્ચ પર તપાસ શરૂ કરાઈ

સુરત : (Surat) શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાખા ધરાવતા ‘રાધે ઢોકળા’ (Radhe Dhokla) નામની રેસ્ટોરન્ટની (Restaurant) નાનપુરા સ્થિત શાખામાં પંજાબી શાકમાં (Vegetables) વંદો (Cockroach ) નિકળતા સુરત મનપાના (SMC) ફુડ વિભાગને (Food Department) જાણ કરાઇ હતી. તેથી ફુડ વિભાગ દ્વારા ‘રાધે ઢોકળા’ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

  • નાનપુરાની રાધે ઢોકળામાં સોમવારે રાત્રે મહિલા ગ્રાહકની પ્લેટમા વંદો નીકળ્યો
  • મહિલા ગ્રાહકે વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
  • હોબાળો થતાં દુકાનદારે માફી માંગી લીધી
  • ફૂડ વિભાગે શાકના સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલ્યા

મળતી વિગત મુજબ સોમવારે રાત્રે રાધે ઢોકળામાંથી ખરીદાયેલા પંજાબી શાકમાંથી વંદો નિકળતા ગ્રાહક દ્વારા મનપામાં ફરિયાદ કરાઇ હતી તેથી મનપા ફુડ વિભાગ દ્વારા આ શાખાને નોટિસ ફટકારી નમુના લેવાયા હતા તેમજ જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યા સુધી રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો છે. સાથે સાથે શહેરમાં રાધે ઢોકળાની તમામ શાખાઓમાં પણ ચેકીંગ હાથ ધરાયું હોવાનું ફુડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

સુરત મનપાના ચીફ ફૂડ ઈન્સેપેક્ટર જગદીશ સાળુંકેના જણાવ્યા અનુસાર નાનપુરાની રાધે ઢોકળા વિરુદ્ધ ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમે તપાસ કરી હતી. પનીરના શાકમાં વંદો નીકળ્યો હતો. ફરિયાદમાં તથ્ય જણાતા દુકાન તાત્કાલિક બંધ કરાવાઈ હતી. દુકાનદારને નોટીસ ફટકારાઈ છે. 2 શાકના સેમ્પલ લઈ લેવાયા છે. જે લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે. રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી દુકાન બંધ રહેશે. રાધે ઢોકળાની શહેરમાં આવેલી અન્ય શાખાઓ પર પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના સોમવારે રાત્રે બની હતી, ત્યારે હોબાળો થતાં દુકાનદારે માફી માંગી લીધી હતી. ફરિયાદી ગ્રાહક મહિલાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં તંત્રને જાણ થઈ હતી.

Most Popular

To Top