SURAT

સુરતમાં રેમડેસિવીર ઇન્જેક્શનને લઇને ઉભી થયેલ પરીસ્થિતી બાબતે ‘આપ’ના પ્રશ્નાર્થ

સુરતમાં બીજેપી કાર્યાલય પર રેમડેસિવીર ઇન્જેક્શન વહેંચણી થતા આપ દ્વારા ઘણા પ્રશ્નાર્થ કરવામાં આવ્યા છે, અને જણાવાયું છે કે “જરૂરી દવાઓ અને રેમડેસિવીર ઇન્જેક્શન સિવીલ અને સ્મીમેર હોસ્પિટલોમાં લોકોને મળતા નથી અને રાજય સરકાર તથા સ્થાનિક વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નિવડેલ છે, ત્યારે આવી ગંભીર કટોકટીના સમયે રાજકરણ કરી એ જ ઇન્જેક્શન ભાજપ કાયાઁલય પરથી મળી રહેશે આવી ગુજરાત ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની જાહેરાત કેટલી યોગ્ય છે?”

સુરતમાં સિવિલ અને સ્મીમેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન માટે કોરોનાના દર્દીઓના સગાઓ દ્વારા લાંબી લાંબી કતારો કરવામાં આવી હતી, અને ત્યારબાદ અચાનક કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને આ ઇન્જેક્શન મળવા પાત્ર નથી, જો કે આ દરમિયાન ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની જાહેરાતથી લોકો બીજેપી કાર્યાલય પર ઉમટી પડ્યા હતા. અને વહેલી સવારથી જ લોકોએ લાઈન લગાવી હતી, જો કે સુરત આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે રાજકારણનો આરોપ લગાવી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સવાલો કરવામાં આવ્યા હતા.

આપ દ્વારા મીડિયા થકી લોકોને જણાવાયું હતું કે “આપણે સૌ જાણીએ છે કે જ્યારથી કોરોનાની પરિસ્થિતી ખુબ જ વિકટ બની છે ત્યારે કોરોના પ્રોટોકોલ પ્રમાણે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે રેમેડેસિવીર ઇન્જેક્શનની મોટા પ્રમાણમાં જરૂરીયાત ઉભી થઇ છે. થોડા દિવસ અગાઉ ગુજરાતના મુખ્યંમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ જંયતી રવિ સહિતના મહાનુભાવોએ સુરત પઘારી પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. અને સુરતના પ્રશાસન સાથે મીટીગ યોજ્યા બાદ મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે રાત્રે 2500 ઇન્જેક્શન સુરત પહોચી જશે તેમજ 3 લાખ ઇન્જેક્શનોનો ઓડઁર અપાઇ ચુક્યો છે એટલે હવે પછી ઇન્જેક્શનની ઘટ નહિ પડે ને પુરતા ઇન્જેક્શન મળી રહેશે.

ત્યારબાદ તા: 6-4-21 ના રોજ સુરત કલેક્ટર ધવલ પટેલ દ્વારા જાહેરનામુ બહાર પડાયેલ કે જે પ્રાઇવેટ હોસ્પિટલના દદીઁઓને ઇન્જેક્શનની જરુરીયાત હોય તેને ઓનલાઇન મેઇલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવાનુ રહેશે જે મુજબ તેમને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. પણ દુખ સાથે કહેવુ કે આ રજીસ્ટ્રેશન કરાવેલ દદીઁઓને પણ ઇન્જેક્શન ઉપ્લબ્ઘ કરાવી શક્યા નથી. ત્યારે લોકો ઇન્જેક્શન માટે 4-5 કલાક લાઇનમાં ઉભા રહી ઇન્જેક્શન માટે સિવિલ અને સ્મીમેરમા વલખા મારી રહ્યા છે. તેમજ પ્રાઇવેટ મેડીકલ અને એજન્સીઓમાં મસમોટો ભાવ ચુકવીને પણ પોતાના પરીવારજનોને બચાવવા મજબુર બન્યા છે, એવા વખતે ગુજરાત ભાજપના અઘ્યક્ષ સી.આર.પાટીલ સુરતની સિવિલ હોસ્પિટલ પહોચીને એવી જાહેરાત કરે છે કે પાંચ હજાર ઇન્જેક્શન ભાજપ તરફથી આપવામાં આવશે જે લોકોને ઇન્જેક્શનની જરુરીયાત હોય તે ભાજપનો સંપકઁ કરે.”

વધુમાં આપે જણાવ્યું હતું કે ઇન્જેક્શન પુરી પાડવામા સરકારનું વહીવટીતંત્ર નિષ્ફળ નિવડેલ હોય ત્યારે ભાજપ અધ્યક્ષ કેવી રીતે જાહેરાત કરી શકે કે ઇન્જેક્શન માટે ભાજપનો સંપકઁ કરવો. સી.આર.પાટીલ પોતાને સરકારી સીસ્ટમથી ઉપર સમજે છે ? કોઇપણ દવા કે ઇન્જેક્શન અધિકૃત કરાયેલ સંસ્થા વહેચણી કરી શકે છે તો ભાજપ કાયાઁલયને આ ઇન્જેક્શનો વહેચણી કરવાનો પરવાનો કોને અને ક્યારે આપ્યો ? આ કાયદાનો પણ સરેઆમ ભંગ છે. સી.આર.પાટીલની આ જાહેરાત બાદ કલેક્ટરધવલ પટેલ દ્વારા એવુ જાહેરનામુ બહાર પડાયેલ કે પ્રાઇવેટ હોસ્પિટલોને ઇન્જેક્શન મળશે નહિ તો સી.આર.પાટીલ પાસે આટલા મોટા માત્રામાં ઇન્જેક્શનનો જથ્થો ક્યાથી આવ્યો?

આપ દ્વારા બીજેપી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા કે સી.આર.પાટીલ માત્ર પોતાનુ નામ ચમકાવવા અને ભાજપનો વ્યાપ વધારવા કોરોના મહામારીને પણ મહોત્સવ બનાવીને પોતાની હલકી રાજનીતી ચમકાવી રહ્યા છે. સરકારી વહીવટી વિભાગને વિનંતી કરીએ છીએ કે સમગ્ર શહેરમાં પાલિકા દ્વારા તમામ હોસ્પિટલોમાં રીઝર્વ અને અનરીઝર્વમાં ખાલી તમામ પ્રકારના બેડ જરૂરી દવાઓ તથા ઇંજેકશનનો સ્ટોક, વેન્ટીલેટર સહિતની તમામ માહીતી ઓનલાઇન કરી તથા એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવો અત્યંત જરૂરી છે તથા કાળાબજારીને રોકવા ઓનલાઇન ફરિયાદો લઇ સખ્ત કાયદેસરના પગલાં લઇ પ્રજાને પડતી હાડમારી યુઘ્ધાના ધોરણે દુર કરવી અત્યંત જરૂરી છે.

Most Popular

To Top