World

ઇજિપ્તમાં પ૦૦૦ વર્ષ જૂનું શરાબનું કારખાનું મળી આવ્યું

પુરાતત્વશાસ્ત્રીઓએ ઇજિપ્તમાં લગભગ પ૦૦૦ વર્ષ પહેલાનું એક શરાબનું કારખાનું શોધી કાઢ્યું છે જે કારખાનામાં રોજના ૪૦૦૦ લિટર બિયરનું ઉત્પાદન પ્રાચીન ઇજિપ્તના અબીડોસ શહેર માટે કરવામાં આવતું હતું એવો અંદાજ છે.

આ સ્થળ વિશ્વનું સૌથી જૂનુ આટલી ઉંચી ઉત્પાદન ક્ષમતાવાળુ દારૂનું કારખાનું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ઇજિપ્તના અબીડોસ શહેરના વિસ્તારમાં આવેલું હતું અને તેના હાલના અવશેષો પરથી જણાય છે કે તેમાં શરાબનું મિશ્રણ કરવા માટે ૪૦ મોટા માટીના ઘડાઓ હતા અને તેમાં એકીસમયે ૨૨૪૦૦ લિટર શરાબનું ઉત્પાદન થઇ શકતું હતું.

આ શરાબ મુખ્યત્વે બિયર હોવાનું માનવામાં આવે છે અને આ શરાબ ઇજિપ્તની પ્રાચીન પરંપરા મુજબ શાહી કુટુંબની કબરોમાં તથા દેવતાઓના સ્થાનોમાં પહોંચાડવા માટે બનાવવામાં આવતું હતું. આ પ્રાચીન કારખાનાની શોધથી કોરોનાવાયરસના રોગચાળાનો ફટકો ખાધેલા ઇજિપ્તના પ્રવાસન ઉદ્યોગને કંઇક મદદ મળવાની ઇજિપ્તના પ્રવાસન મંત્રાલયને આશા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top