દોહા: કતારમાં (Qatar) 22મા ફૂટબોલ વર્લ્ડકપનો (22nd Football World Cup) અલ બૈત સ્ટેડિયમમાં (Al Bait Stadium) રંગારંગ ઉદ્દઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો છે. ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત પ્રેક્ષકોને બીટીએસ બેન્ડના સિંગર જંગ કૂકે ઘેલુ લગાડ્યું હતું અને 900 થી વધુ કલાકારોએ તેમની પ્રસ્તુતિ આપી હતી. ઓપનિંગ સેરેમનીમાં હોલીવુડના દિગ્ગજ અભિનેતા મોર્ગન ફ્રીમેન પણ જોવા મળ્યા હતા. પહેલા કતારનું રણ બતાવવામાં આવ્યું અને સ્ટેડિયમમાં ઊંટ દેખાયા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સ્થાનિક કલાકારો પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતુ.
બીટીએસ સિંગર જંગ કૂકે તેના નવા ટ્રેક ‘ડ્રીમર્સ’ સાથે ઓપનિંગ સેરેમનીમાં એન્ટ્રી કરી
આ દરમિયાન હોલીવુડ સ્ટાર મોર્ગન ફ્રીમેો ફિફા વર્લ્ડ કપ 2022ના ઓપનિંગ સેરેમનીમાં આશા, એકતા અને સહિષ્ણુતાના સંદેશ આપ્યો હતો. આ પહેલા ફ્રાંસના દિગ્ગજ ખેલાડી માર્સેલ ડિસેલીએ ચાહકોની સામે વર્લ્ડકપની ટ્રોફી રજૂ કરી હતી.રવિવારે કતારમાં અલ બેત સ્ટેડિયમ, અલ ખોર ખાતે પરંપરાગત ઉદ્દઘાટન સમારોહ દરમિયાન વિશ્વકપના તમામ ટ્રેક વગાડવામાં આવ્યા હતા અને બીટીએસ સિંગર જંગ કૂકે તેના નવા ટ્રેક ‘ડ્રીમર્સ’ સાથે ઓપનિંગ સેરેમનીમાં એન્ટ્રી કરી હતી.
કતારના શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ વિશ્વ કપની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી
અને ઉદ્દઘાટન સમારોહને જાણે કે તેણે પોતાનો શો બનાવી દીધો હોય તેવું લાગ્યું હતું. હતા. મોર્ગન ફ્રીમેનના જોરદાર મેસેજ પછી જંગ કૂકે પોતાના શાનદાર પ્રદર્શન સાથે ઉપસ્થિત તમામને નાચતા કરી દીધા હતા. અંતે કતારના શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ વિશ્વ કપની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે સૌને આવકાર્યા અને શુભેચ્છા પાઠવી હતી. તેમના વક્તવ્ય સાથે ઉદ્દઘાટન સમારોહનો અંત આવ્યો હતો.