World

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મોટી રાહત, હવે તેમને ફાંસી નહિ અપાય

નવી દિલ્હી: કતારમાં (Qatar) ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નેવી (Indian Navy) અધિકારીઓની મૃત્યુદંડ પર રોક લગાવવામાં આવી છે. ગયા વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે (Indian Goverment) આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. જોકે, આ કેસથી વાકેફ લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે.

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે દહરા ગ્લોબલ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નેવી ઓફિસર અંગેના આજના નિર્ણયની નોંધ લીધી છે, જેમાં સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમે કતારની કોર્ટ ઓફ અપીલનો વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમારું આગળનું પગલું શું હશે તે નક્કી કરવા અમે કાનૂની ટીમ તેમજ પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં છીએ.”

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આજે કતાર કોર્ટ ઓફ અપીલમાં, અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ દોષિત અધિકારીના પરિવાર સાથે જોડાયા હતા. અમે કેસની શરૂૂઆતથી તેમની સાથે ઉભા છીએ અને અમે તમામ કોન્સ્યુલરને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.” અમે કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે કતારના સત્તાવાળાઓ સાથે પણ આ મામલો ઉઠાવવાનું ચાલુ રાખીશું. મામલાની ગંભીરતા અને જરૂરી ગુપ્તતાને જોતાં, આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.”

Most Popular

To Top