Business

સુરતના કાપડના વેપારીએ 6 મીટર લાંબી ‘પુષ્પા સાડી’ બનાવી, સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ થતાં જ ઓર્ડર મળવા લાગ્યા

સુરત: સાઉથની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ (Pushpa: The Rise) ફિલ્મ રિલીઝ થતાની સાથે જ દર્શકો તેના અનોખા ફેન થઇ ગયા છે. ફિલ્મના ડાયલોગ પર લોકોએ ખુબ વિડીયો અને મીમ્સ બનાવી સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે. આ ક્રેઝ જોતા સુરતમાં હવે ‘પુષ્પા સાડી’ બનાવવામાં આવી છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અગાઉ સુરતમાં નમો સાડી, બાહુબલી સાડી હજારની ગુલાબી નોટની સાડી, કોરોના પ્રિન્ટ સાડી એ ધૂમ મચાવી હતી. અને હવે પુષ્પા સાડી ધૂમ મચાવવી રહી છે.

  • કાપડ માર્કેટના યુવાન વેપારી ચરણ પાલ સિંહે ફિલ્મથી પ્રભાવિત થઈ 6 મીટર લાંબી સાડી પ્રિન્ટ કરાવી
  • સોશિયલ મીડિયામાં સાડીના ફોટા શેર કરતા પરપ્રાંતના બજારોમાંથી ઓર્ડર મળવા લાગતા ઉત્પાદન વધાર્યું

પુષ્પા: ધ રાઇઝ આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદે ધૂમ મચાવી રહી છે. ત્યારે સુરતના કાપડ બજારમાં (SURAT Textile market)માં હવે પુષ્પા સાડી ધૂમ મચાવી રહી છે. કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણએ વેપારી એ શોખ માટે જ બનાવી હતી. પરંતુ આ શોખ લોકોને એટલો પસંદ આવ્યો કે હવે તેઓને સાડી માટે મોટા ઓર્ડરો મળી રહ્યા છે. વેપારી એ છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી હતી. સાડી પ્રિન્ટ થયા બાદ સેમ્પલને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેથી સ્થાનિક અને અન્ય રાજ્યોના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવવા લાગી હતી. જેથી તેઓ એ આ સાડી બનાવવા ના ઓર્ડર આપ્યા છે.

ચરણ પાલ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ફિલ્મ જોયા બાદ તેનાથી પ્રભાવિત થયો અને પ્રિન્ટેડ સાડી બનાવવાનો વિચાર આવ્યો. તેથી 6 મીટર લાંબી પ્રિન્ટેડ સાડી બનાવડાવી. પ્રિન્ટેડ સાડીનો સેમ્પલ દુકાન પર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેથી અન્ય રાજ્યોમાંથી તેમજ સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે.

ભૂતકાળમાં બાહુબલી, નમો અને યોગી સાડી સુરતના વેપારીઓએ બનાવી હતી
જો કે સુરત માં આ પ્રકારે સાડીઓ પ્રથમવાર બનાવવામાં નથી આવી. આ અગાઉ ‘બાહુબલી’ની ઝલક દેશભરના સુરત ટેક્સટાઈલ માર્કેટની સાડીઓ પણ જોવા મળી હતી. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અને હાલમાં જ સુરતના મોદી યોગી સાડીએ યુપીના કાપડ બજારમાં ધૂમ મચાવી છે. પ્રથમવાર વડા પ્રધાન બનાવતા નરેન્દ્ર મોદી ની સાડી પબ બનાવવા માં આવી હતી. આ ઉપરાંત ફિફા વર્લ્ડ કપની પણ સાડી તૈયાર કરવામાં આવી હતી. હવે આ હરોળમાં આવી ગઈ પુષ્પા સાડી.. હાલમાં તો આ સાડી સુરતમાં માત્ર એક જ મિલમાં પ્રિન્ટ થઈ રહી છે, પરંતુ જેમ જેમ ક્રેઝ વધતો જાય છે તેમ તેમ અન્ય મિલોમાં પણ પ્રિન્ટનું કામગીરી શરૂ થશે.

Most Popular

To Top