surat : ફ્રાન્સ ( france) નાં પર્યાવરણ મંત્રી સુરત આવંતા તેઓ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ મક્કાઇ પુલ ( makkai pool) પાસેથી પણ પસાર થવાનાં હતાં. જેથી દબાણ ખાતાના અધિકારીઓએ એક દિવસ માટે પુલના છેડે શાકભાજી વેચતા ( vegetable vendor) લોકોને લારી ઊભી રાખવાની ના પાડી હતી. પરંતુ બીજા દિવસે એક લારીવાળાએ લારી ઊભી રાખતાં દબાણખાતાના અધિકારીઓએ તેનું ત્રાજવું અને વજનીયાં લઇ લીધાં હતાં. જેથી લારીવાળાએ દબાણખાતાના અધિકારી ( officers) સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી મીડિયાના નામે બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય લોકોએ પણ સાથ આપી અધિકારીને દબડાવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
બે દિવસ અગાઉ ફ્રાન્સનાં પર્યાવરણ મંત્રી 15 પ્રતિનિધિના ડેલિગેશન સાથે આવ્યાં હતાં. જેથી સેન્ટ્રલ ઝોનના દબાણખાતાના અધિકારીઓ દ્વારા મક્કાઇ પુલના છેડે લારી પર શાકભાજી વેચતા લોકોને એક દિવસ લારી ઊભી રાખવાની ના પાડી હતી. તેમ છતાં બીજા દિવસે એક લારીવાળાએ લારી ઊભી રાખી હતી. જેથી સેન્ટ્રલ ઝોનના દબાણખાતાના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમનું ત્રાજવું તથા વજનીયાં જમા લઇ લીધાં હતાં. ઉશ્કેરાયેલા લારીવાળાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સાથે અન્ય લોકો પણ આવી જતાં તમામે ભેગા મળી દબાણખાતાના અધિકારી સાથે એલફેલ ઉધ્ધતાઈભર્યું વર્તન કરી વજનીયાં પાર્ટ માંગ્યાં હતાં અને જો પરત નહીં આપો તો મીડિયાને બોલાવવાની ધમકી આપી અધિકારીને બાનમાં લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલું જ નહીં અધિકારી પર પૈસા ફેંકી લારીવાળાએ હોબાળો મચાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, એકતરફ ચોરી ઉપર સીનાજોરી લારીવાળા દ્વારા કરવામાં આવી હતી.
સુરત મનપા અધિકારી સાથે દાદાગીરી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. દબાણ દૂર કરવા ગયેલા અધિકારી સાથે લારીવાળાએ ગેરવર્તન કર્યું હતું. મક્કાઇ પુલ પાસે દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.સ્થળ પર ત્યાં દરરોજ શાકભાજી વેચાણ કરતાં લોકોએ દબાણ દૂર કરવા બાબતે ભારે હોબાળો મચાવતા ત્યાં થોડી વાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ જોવા લોકોના ટોળાં ઊભા રહી ગયા હતા. મનપાના અધિકારીઓ સાથે થયેલા આ વર્તનનો વિડીયો વાયરલ થતાં લોકોએ તે બાબતે ભારે ચર્ચા કરી હતી.