શહેરા, તા.૨
શહેરા તાલુકા મથક ખાતે આવેલા પુરવઠા ના ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે જોકે બજાર કિંમત કરતા પ્રતિમણ ખેડૂતોને વધુ ભાવ મળવા સાથે અહી ડાંગરના ટેકાના ભાવ 436 રૂપિયા 60 પૈસા મળી રહ્યા છે.જ્યારે ખેડૂતની મહેનત સામે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ ડાંગરના ટેકા ના ભાવ ઓછા હોય એમ અશ્વિન પટેલ સહીતના અમુક ખેડૂતોને લાગી રહ્યું હતુ. માર્કેટિંગ યાર્ડની જગ્યા મોટી હોવા સાથે સુવિધા પણ ત્યાં વધુ હોય ત્યારે હવેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી એપીએમસી ખાતે શરૂ કરવામાં આવવી જોઈએ.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં ડાંગર નો પાક તૈયાર થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.આ વખતે ડાંગરના પાકનું ઉત્પાદન સારૂ થવા સાથે તાલુકા મથક ખાતે આવેલ પુરવઠા ના ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવી રહી છે. ટેકાના ભાવ 436 રૂપિયા 60 પૈસાનો ભાવ હોવા સાથે 2565 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જોકે 499 ખેડૂતોના ઓનલાઈન ના ખામીના કારણે એ ખેડૂતોનો ડાંગરનું રજીસ્ટ્રેશન બ્લોક થયેલ જોવા મળતા એ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જોકે હાલ પુરવઠા ના ગોડાઉનમાં એક દિવસમાં 45 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવતો હોય જેમાં 20 જેટલા ખેડૂતો પોતાની ડાંગર વેચવા માટે અહીં આવતા હોય છે.
શહેરા યાર્ડની જગ્યા હોવા છતાં પુરવઠાના ગોડાઉનમાં ડાંગરની ખરીદી
By
Posted on