નવી દિલ્હી : મશહુર પંજાબી ગાયક (Punjabi singer) સિદ્ધુ મુસેવાલાના (Sidhu Musewala) ગામની સુરક્ષા શુક્રવારે એકદમ વધારી દેવામાં આવી છે. જયારે મુસેવાલાની હવેલીની આસપાસ પોલીસની ભારે સુરક્ષાનો કાફલાનો (Security convoy) ખડકલો ઉભો કરી દેવામાં આવ્યો છે. આખા ગામમાં 150 થી પણ વધુ પોલીસ કર્મીઓ (police) તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસ વતી મુસા ગામ તરફ જતા તમામ માર્ગો પર આધુનિક હથિયારોથી સજ્જ ફોર્સ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ સિદ્ધુ મુસેવાલાના પરિવારને ફરી એકવાર ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે. જેથી સુરક્ષાના ભાગ રૂપે મુસેવાલાના પરિવારને પણ હવેલીમાં રહેવાની સુચના આપવામાં આવી છે. ગામમાં પ્રવેશ કરનારાઓની સુરક્ષા ફોર્સ તરફથી કડકાઈ પૂર્વક તપાસ તપાસ કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ તેમને આગળ વધવાની અનુમતિ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનિયા છે કે આ કેસમાં સતા આરોપીઓ વિરૃદ્ધ ચાર્જ શીટ દાખલ કરાઈ છે.
- આધુનિક હથિયારોથી સજ્જ ફોર્સ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
- મુસેવાલાની હવેલીની આસપાસ પોલીસની ભારે સુરક્ષાનો કાફલાનો ખડકલો
- પોલીસ દ્વારા મૂઝ વાલાના પરિવારને હાલ માટે હવેલીની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
માનસા પોલીસે સાત લોકો સામે બીજી ચાર્જશીટ દાખલ કરી હતી
સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં માનસા પોલીસે સાત લોકો વિરુદ્ધ કોર્ટમાં વધુ એક ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં દીપક મુંડી, રાજિન્દર જોકર, કપિલ પંડિત, બિટ્ટુ, મનપ્રીત તુફાન, મણિ રૈયા અને જગતાર સિંહ મૂસાના નામ સામેલ છે. મુસેવાલા હત્યા કેસમાં માણસા પોલીસે અત્યાર સુધીમાં 31 લોકો સામે ચલણ રજૂ કર્યું છે. માણસા પોલીસે ગુરુવારે બીજી ચાર્જશીટ દાખલ કરી હતી.
મુસેવાલાના પરિવારને ફરી એકવાર ધમકી મળી
ચકચારિત સિદ્ધુ મુસેવાલા હત્યા કાંડમાં હજુ પણ નવા-નવા વણાંકો આવી રહ્યા છે. આ કેસમાં ચાર્જશીટ રજુ થઇ છે. અને એવામાં ફરી એક વાર સિદ્ધુ મુસેવાલાના પરિવારને ધમકી આપવાનો દોર શરુ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વ સિદ્ધુ મુસેવાલાના પરિવાર જનો સ્થાનિક પોલીસ મથકમાં જમા તેની જીપની માંગણી કરવા માટે ગયા હતા. અને ત્યારબાદ જ તેના પરિવારને ધમકી આપવાની ખબરો સામે આવતા ફરી એક વાર ખળભળાટ મચી જવા પામ્યો છે.