National

પંજાબની અટારી સીમા પર મળ્યું RDX, અફઘાનિસ્તાનથી ટ્રકમાં લવાયું હતું

અમૃૃતસર: (Amritsar) પંજાબની (Punjab) અટારી સીમા (Border) પરથી એક ટ્રકમાંથી 900 ગ્રામ આરડીએક્સ (RDX) મળી આવ્યું હતું. ટ્રકના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. ટ્રકમાંથી આરડીએક્સ મળવાને પગલે કસ્ટમ અધિકારીઓએ બોર્ડર પર અન્ય ટ્રકોની સઘન તપાસ શરૂ કરી દીધી હતી.

પંજાબની અટારી બોર્ડર પર બુધવારે અફઘાનિસ્તાનથી આવેલી એક ટ્રકની અંદરથી 900 ગ્રામ આરડીએક્સ મળી આવ્યું હતું. આ ટ્રક બુધવારે સવારે પાકિસ્તાનમાંથી પસાર થતી અન્ય ડ્રાયફ્રૂટની ટ્રક સાથે અટારી બોર્ડર પર પહોંચી હતી. આ ટ્રકના સ્કેનિંગ દરમિયાન કસ્ટમ અધિકારીઓને તેમાં વિસ્ફોટક પદાર્થ હોવાના સંકેત મળ્યા હતા. તપાસ કરતાં 900 ગ્રામ આરડીએક્સ મળી આવ્યું હતું. આ પછી ટ્રકના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. કસ્ટમ અધિકારીઓ બોર્ડર પર તાબડતોબ બીજી ટ્રકોનું ચેકિંગ પણ શરૂ કરી દીધું હતું.

બોલેરોમાં બોમ્બ લગાડવાનો મામલો પણ સામે આવ્યો
અમૃતસરમાં મંગળવારે મોડી રાત્રે પોશ બોલેરોમાં બમ લગાડવા અંગેની પણ જાણકારી મળઈ છે. અહીં રણજીત એવન્યુ કોલોનીમાં સીઆઈએ સ્ટાફના સબ-ઇન્સ્પેક્ટર દિલબાગ સિંહના ઘરની બહાર પાર્ક કરેલી બોલેરો ગાડીમાં બે મોટરસાઇકલ પર સવાર માણસોએ આઇઇડી લગાવ્યા બાદ તેઓ મોટરસાઇકલ પર ફરાર થઇ ગયા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે એક છોકરાએ પોલીસ અધિકારીની કાર ધોવા માટે કારની નીચે કંઈક જોયું.

આ અંગેની જાણ થતાં તરત જ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસનો મોટો કાફલો અહીં પહોંચીને લોકોને વાહન પાસેથી ખસેડ્યા હતાં. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનો આઈઈડીને વાહનથી અલગ કરીને દૂરના વિસ્તારમાં લઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી દ્વારા મળતી માહિતી મુજબ આ ષડયંત્ર બે માસ્ક પહેરેલા શખ્સોએ ઘડ્યું હતું. બંને વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પંજાબ પોલીસે તેઓની દિલ્હીથી ધરપકડ કરી છે.

Most Popular

To Top