National

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લાંચમાં ફસાયેલા પોતાના જ મંત્રીને પદ પરથી હટાવ્યા

પંજાબ: પંજાબ(Punjab)માં મુખ્યમંત્રી(Chif Minister) ભગવંત માને(bhagwant mann) આરોગ્ય મંત્રી(Heath Minister) વિજય સિંઘલા(Vijay Singhla)ને કેબીનેટ મંત્રીનાં પદ પરથી હટાવ્યા છે. આરોગ્ય મંત્રી સામે ભ્રષ્ટાચાર(corruption)નો આરોપ લાગવવામાં આવ્યો હતો. આ બાબતની જાણ મુખ્યમંત્રીને થતા તેઓએ વિજય સિંઘલાને કેબિનેટમાંથી બરતરફ કરી દીધા હતા. સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંઘલા પર કોન્ટ્રાક્ટમાં કમિશન લેવાનો આરોપ હતો. આરોગ્ય વિભાગમાં થતી કામગીરી માટે 1% કમિશનની માગી રહ્યા હતા. આ મામલે ખાનગી તપાસ કરાવી તેઓએ અધિકારીઓની પૂછપરછ કરી હતી,. ત્યારબાદ મંત્રીને બોલાવતા તેઓએ મંત્રીએ ભૂલ સ્વીકારી લીધી, ત્યાર બાદ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.

  • અધિકારીઓ પાસેથી કોન્ટ્રાક્ટ પર એક ટકા કમિશન માંગવાનો આરોપ
  • એક પણ ટકા ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય – ભગવંત માન
  • લોકોએ મોટી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે – માન

ફરિયાદ મળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માનને બરતરફ કર્યા
દેશના ઈતિહાસમાં બીજી વખત કોઈ મુખ્યમંત્રીએ પોતાના મંત્રી સામે સીધા કડક પગલા લીધા છે. ભગવંત માને કહ્યું કે અરવિંદ કેજરીવાલે સંકલ્પ લીધો હતો કે તેઓ ભ્રષ્ટાચારની વ્યવસ્થાને જડમૂળથી ઉખાડી દેશે, અમે બધા તેમના સૈનિક છીએ. 2015માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના એક મંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં કાઢી મૂક્યા હતા.

ACBએ મંત્રીની ધરપકડ કરી
સિંગલાને કેબિનેટમાંથી બરતરફ કર્યાના થોડા સમય બાદ જ એન્ટી કરપ્શન બ્યુરો પણ એક્શનમાં આવી ગયું હતું. મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના પર ACBએ કેસ નોંધીને સિંગલાની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી ભગવંત માને વિજય સિંગલા સામે ફોજદારી કેસ નોંધવાની સૂચના પણ આપી છે.

એક પણ ટકા ભ્રષ્ટાચાર નહિ ચલાવી લેવાય: માન
આરોગ્ય મંત્રીને બરખાસ્ત કરતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે એક ટકા પણ ભ્રષ્ટાચાર સાંખી લેવામાં આવશે નહીં. લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તે અપેક્ષા પૂરી કરવી એ આપણી ફરજ છે. ભગવંત માને કહ્યું કે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના પુત્રો અને ભગવંત માન જેવા સૈનિકો છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે.

કેજરીવાલની આંખોમાં આંસુ આવી ગયા
ભગવંત માનના આ પગલાં બાદ કેજરીવાલે ટવીટ કર્યું હતું. જેમાં કેજરીવાલે કહ્યું કે, “ભગવંત જી, મને તમારા માટે આદર છે. તમારા આ પગલાથી મારી આંખમાં આંસુ આવી ગયા. આજે આખો દેશ તમારા પર ગર્વ અનુભવી રહ્યો છે.” આ સાથે કેજરીવાલે ભગવંત માનનો વીડિયો પણ શેર કર્યો છે.

10 વર્ષથી આપ પાર્ટી સાથે જોડાયેલા હતા મંત્રી
ડૉ. વિજય સિંગલા કે જેઓ સામાન્ય ડૉક્ટરમાંથી મંત્રી પદ સુધી પહોંચ્યા, તેઓ લગભગ 10 વર્ષ પહેલા સિંગલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આ વખતે તેમને AAP દ્વારા માણસા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી હતી. ડૉ. સિંગલાએ માનસાથી કોંગ્રેસના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂઝવાલાને 60 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. જો કે તેઓને પદ મળ્યાના સવા બે મહિનામાં જ ખુરશી હાથમાંથી જતી રહી.

Most Popular

To Top