મધ્યપ્રદેશમાં બનેલી દુઃખદ ઘટના જેમાં કેટલાક બાળકોના મોત ખાંસીની સિરપ પીવાથી થયા હોવાનું બહાર આવ્યું છે. એ આખા દેશને હચમચાવી નાખી છે. આ કેસમાં સિરપ આપનાર ડોક્ટરને ગિરફ્તાર કરવામાં આવ્યા છે, જ્યારે દવા બનાવનારી કંપની સામેની કાર્યવાહી અંગે હજી સ્પષ્ટતા નથી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે, દવા બનાવનારી કંપનીનો દોષ ઓછો અને દવા લખનાર ડોક્ટરનો વધારે કેવી રીતે ગણાય? આ તો એવુ જ થયું કે જો કોઈ હોટેલમાં ઝેરી ખોરાક મળે, તો વેઈટરને પકડી લો અને રસોઈયા કે હોટેલના માલિકને કહો “તમારું તો કશો દોષ નથી!” એક જવાબદાર નાગરિક તરીકે આપણો પ્રશ્ન માત્ર એટલો જ છે , ખરો દોષી કોણ? દવા બનાવનાર કે વિશ્વાસથી એ દવા લખનાર ડોક્ટર? જો આ રીતે દોષારોપણની દિશા બદલાતી જશે, તો કાલે કોઈ “ખરાબ લોટ “મળી આવે — તો “રોટલી વળનારી”ને પકડાશે કે લોટ બનાવનાર મિલના માલિકને? ખરો દોષી શોધવો , એ જ “વિશ્વગુરુ” બનવાના દાવા કરનારા દેશની સાચી ઓળખ હોવી જોઈએ.
પરવત ગામ, સુરત – આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે