સુરતઃ શહેરની પુણા (Puna) અને સારોલી (Saroli) પોલીસ સ્ટેશનની ટીમને સુરત શહેરના ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી વધારે ૧.૬૦ કરોડનું એમડી ડ્રગ્સ (MD Dtugs) પકડવામાં સફળતા મળી હતી. મોટા પાયે ડ્રગ્સની ખેપ પકડાતા પોલીસ કમિશ્નરે ક્રાઈમ બ્રાંચને આ અંગેની તપાસ સોંપી છે.પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી (No Drugs In Surat) ઝુંબેશ હેઠળ આજે વધુ એક મોટી સફળતા શહેર પોલીસની સારોલી અને પુણા પોલીસની ટીમને મળી હતી. પુણા પોલીસના કોન્સ્ટેબલ વિલેશ ગામીતને મુંબઈથી એક વ્યક્તિ ડ્રગ્સ લઈને આવતો હોવાની બાતમી મળી હતી.
નીયોલ ચેકપોસ્ટ પર પોલીસની તપાસથી બચવા પગપાળા નીકળ્યો હતો
મુંબઈથી કોઈક વાહનમાં આવ્યો હતો. બાદમાં નીયોલ ચેકપોસ્ટ પર પોલીસની તપાસથી બચવા પગપાળા નીકળ્યો હતો. પોલીસને ચકમો આપી શકે માટે પગપાળા જઈ રહેલા આ વ્યક્તિને પોલીસકર્મી વિલેશની સતર્કતાથી આરોપીને પકડી તેની તપાસ કરાતા તેની પાસે સફેદ ડ્રગ્સ જેવું પદાર્થ મળ્યુ હતું. આરોપીએ પહેલા આ ડ્રગ્સ નહી પણ સફેદ ફીટકરી હોવાનું કહી પોલીસને ગેરમાર્ગ દોરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ વિલેશે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એફએસએલના સ્ટાફને પણ બોલાવી લીધા હતા. અને તપાસ દરમિયાન આ ૧.૬૦ કરોડની કિમતનું ૧.૬૭૦ કિગ્રા ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદ હોવાનું જણાવ્યું હતું. તેની પાસેની ટ્રાવેલીંગ બેગમાં ડ્રગ્સ કબજે લેવાયું હતું.
તેની પાસેની ટ્રાવેલીંગ બેગમાં ડ્રગ્સ કબજે લેવાયું હતું.
આરોપીની પુછપરછ કરતા પોતે અજમેર (રાજસ્થાન) નો રહેવાસી છે. અને મુંબઇ નાલાસોપારા ખાતે રહેતા બલ્લુ પાસેથી નાલાસોપારા રેલ્વે સ્ટેશન પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું. આ ડ્રગ્સ સુરત શહેર પહોંચીને પોતાના મોબાઇલ ફોન ઉપર ફોન કરવા જણાવ્યું હતું. તે પોતે મોબાઇલ નંબર આપશે તે વ્યક્તિને ડ્રગ્સનો જથ્થો સુરત ખાતે આપવાનો હતો. અને આ હેરાફેરી કરવા માટે તેને 10 હજાર રૂપિયા મળવાના હતા.
બાળકોને માતા-પિતા ડ્રગ્સના દૂષણથી માહિતગાર કરાવે
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરની વિવિધ શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ તથા તબીબો અને ઘણા વિદ્યાર્થીઓના માતા-પિતા પોલીસ પાસે આવે છે અને મદદ માંગે છે. તેમની મદદથી ડ્રગ્સનું નેટવર્ક તોડવામાં ઘણી સફળતા મળી છે. પોતાના બાળકોને આ ડ્રગ્સથી માહિતગાર કરીને તેમની જીંદગી બચાવી શકાય છે. પોલીસ બનતી તમામ પ્રકારની મદદ કરશે.