Charchapatra

કૂમળો છોડ, વાળીએ તેમ વળે

માળી જ્યારે બાગમાં છોડ રોપે છે ત્યારે, છોડ આમતેમ નમી પડતો હોય છે. એને સીધો અને વ્યવસ્થિત કરવા માટે માળીએ કેટલાક સપોર્ટ આપવા પડે છે. અને તેના મૂળિયા અને થડ બરાબર પકડ જમાવી લે પછી તે છોડ આપો આપ સીધો ઉછરવા લાગે છે. પછી ગમે તેવો પવન આવે કે વાવાઝોડું આવે એકવાર છોડ મજબૂતાઈ પકડી લે પછી તેને વાંધો આવતો નથી. એ જ રીતે બાળકોનું પણ છે. સારા, સંસ્કારી, નિર્વ્યસની, જ્ઞાનિ, યુવાનો આ દેશને આપવા હોય તો બચપણથી જ તેમના માળી રૂપી માતા પિતાએ તેમનામાં સારા સંસ્કારોનું સિંચન કરવું પડશે.

તે માટે માતા પિતાએ પહેલાં સુધરવું પડશે. ઘરનું વાતાવરણ સંસ્કારી કુટુંબને અનુરૂપ બનાવવું પડશે.બાળકને સાચા ખોટાની સમજ આપવી પડશે. બાળકને મહાપુરુષો, સંતો, સારા નેતાઓના જીવન ચરિત્રોથી વાકેફ કરવા પડશે. પોતાનું બાળક સારા સંસ્કારી બાળકોની મિત્રતા કરે અને અસંસ્કારી બાળકોથી દૂર રહે તેનું ધ્યાન રાખવું પડશે.એકવાર બાળકને સાચાખોટાનો ખ્યાલ આવી જશે પછી એ બીજાઓને પણ સાચા રસ્તે દોરી જશે. આવું બાળક મોટું થઈને કુટુંબ અને દેશનું નામ રોશન કરશે. આમ કુટુંબરૂપી બાગના સંતાનો રૂપી કૂમળા છોડોને વાળીએ તેમ વળશે.
સુરત     – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top