ભ્રષ્ટાચાર કમિશનખોરીનો ઈતિહાસ જૂનો છે. આઝાદીની સાથે જ 1948માં બ્રિટન પાસેથી જીપો અને રાઈફલો ખરીદવાનો ગોટાળાનો આરોપી V. K. કૃષ્ણ મેનન પર આવ્યો હતો. 1956માં હીરાની ખાણનો માલિક સિરાજુદ્દીનની એક ડાયરીમાં 60 લાખ રૂપિયાનો ગોટાળો પછી મારૂતિ ઉદ્યોગને જમીન આપવાનો ગોટાળો અને ઈન્ડિયન ઓઈલની ટેન્ડરમાં હેરાફેરી, બોફોર્સ તોપ કોભાંડ, તબીબી ઉપકરણોની આયાતમાં છૂટનો ગોટાળો, કોલસા ગોટાળો, એરબસની ખરીદીનું કૌભાંડ, દૂરસંચાર ગોટાળો, પેટ્રોલ પમ્પ અને મકાન ફાળવણી ગોટાળો, ખાંડ ગોટાળો અને કોણ જાણે કેટ – કેટલા કૌભાંડ? વધતા જતા ચૂંટણી ખર્ચ રાજનીતિને ભ્રષ્ટાચારનો પર્યાય બનાવી દીધો. આટલું જ નહીં આપણા ઘર – પરિવાર, સમાજ અને ચારે તરફ ભ્રષ્ટાચાર એવી રીતે હળી – મળી ગયો કે વ્યકિતને એ વાતનો અહેસાસ પણ થતો નથી.
તે ભ્રષ્ટ બની જાય છે. 2014 પછી કોઈ મોટો ગોટાળો બહાર આવ્યો નથી. જો કે અધિકારીઓના સ્તરે શું ચાલી રહ્યું છે. આમ વર્ષોમાં ભ્રષ્ટાચારના નવા નવા સીમા ચિહ્નો ઊભા કરવા ટાળા તંત્ર તરીકે થઈ ચૂકી હતી. આ સ્થિતિમાં આપણે ગોટાળા કૌભાંડો અને તંદુર હત્યાઓની બિભત્સ સ્ટોરીઓથી કંટાળી ચૂકયા છે, ત્યારે પંજાબમાં એક મંત્રીને જેલમાં મોકલવાના સમાચાર એક આશ્વાસન પૂરું પાડે છે! કહી શકાય કે આ બધુ પબ્લિસિટી સ્ટન્ટ છે. જો આવું તમામ સરકારો કરવા લાગે તો આમ આદમીના ટેકસના પૈસા માત્ર વિકાસના કાર્યોમાં લાગે એ સાચા અર્થમાં આપણો દેશ વિકાસ કરી શકશે?
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.