Vadodara

કાલાઘોડા વિશ્વામિત્રી પાસે જાહેરમાં થતી શૌચક્રિયા : પાલિકા નિદ્રાધિન

વડોદરા: વડોદરા મ્યુનિ. તંત્રએ સંસ્કારી નગરીને સ્વચ્છ બનાવવાનું જયારે બીડું ઝડપ્યું છે ત્યારે જાહેરમાં ન્યુસન્સ કરતાં લોકો સામે કામગીરી કરવા માટે સીસીકેમેરાનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. કચરા મુક્ત શહેરની ઝુંબેશ હજુ પણ ગોકળગતીએ ચાલે છે. જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવવું હોય તો મ્યુનિ.ના  સેન્ટરમાં મુકવામાં આવેલા સ્માર્ટ રૂમમાં સીસીટીવી કેમેરાના વિઝન પર મોનીટરીગં કરીને ગંદકી કરનારા સામે પગલાં ભરવામા આવી લેવાઈ તેવી ગોઠવણ કરવાની જરૂર છે.

જો રખડતા ઢોર કેમરામાં દેખાય મ્યુનિ. તંત્ર જાહેર રસ્તા પર થુંકનાર કે ગંદકી કરનારા વાહન ચાલકોને નંબર પ્લેટના આધારે આર.ટી.ઓ.ની મદદથી શોધીને મેમો મોકલાવાની શરૂઆત કરવી જોઈએ કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં હોશભેર દેશભરના નાગરિકો જોડાઈ રહ્યા છે તો સ્વચ્છતા અભિયાનમાં વડોદરા પણ પાછળ નથી. જાહેરમાં શોચ જવા પર પ્રતિબંધ મુકીને દંડની જોગવાઈ કરી દંડની વસુલાત કરવી જોઈએ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને શહેરમાં શોચક્રિયા માટે શોચાલયનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ લાવવા ની જરૂર છે. શોચ કરતા હોવાથી ગંદકી ફેલાય. વડોદરા શહેરના જાહેર માર્ગો પર ઘણા એવા પોઇન્ટ છે જેને લોકોએ અને રાહદારીઓ એ ખૂણા ખાચરાને જાહેર ચોશ બનાવી દીઘા છે.

વડોદરા માં 24 કલાક ટ્રાફિક થી ધમધતા કાળા ઘોડા પાસે પવિત્ર નદી વિશ્વામિત્રી નદી આવેલ છે. તેના બ્રિજ ના એક છેડા પર પંચ મુખી હનુમાનજી મંદિર આવેલ છે. નજીક ના છેડા પર લોકો એ જાહેર માં શોચાલય બનાવી દેતા માથું ફાડી નાંખે તેવી દુર્ગઘ આવતી હોવાથી રાહદારી ઓને નાક પર રૂમાલ રાખવો પડે છે પાલિકા શહેર ને સુંદર રાખવા લાખો રૂપિયા નો ખર્ચ કરે છે. અને વડોદરા ને સ્માર્ટ સિટી ગણાવે છે. જો આવી બેદરકારી પાલિકા રાખશે તો ક્યારેય વડોદરા સ્માર્ટ સિટીનો દરજ્જો પ્રાપ્ત નહીં કરી શકે.

Most Popular

To Top