Business

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અગ્રણીનો ક્લેમ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કર્યા બાદ વીમા કંપનીએ ચૂકવી આપ્યો

ઘણી વાર વીમા કંપનીઓ માઇન્ડ યોગ્ય રીતે અપ્લાય કર્યા વિના, રેકર્ડઝ પેપર્સનો બરાબર અભ્યાસ, પૃથકકરણ તથા અર્થઘટન કર્યા વિના બેદરકારીપૂર્ણ અને મનસ્વી રીતે વર્તીને વીમેદારના સાચા અને વ્યાજબી કલેમો નામંજૂર કરી દેતી હોય છે. આવો જ એક કટુ અનુભવ સાર્વજનિક એજયુકેશન સોસાયટીના અગ્રણી મયંક ત્રિવેદીને થયો હતો. તેમના સારવાર સંબંધિત મેડીકલેમ અગાઉથી ડાયાબીટીસ અને હાઇપરટેન્શન હોવાના અનુમાનને આધારે વીમા કંપનીએ નામંજૂર કરી દીધો હતો પરંતુ મયંકભાઇએ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારત વીમા કંપની વિરૂધ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા વીમા કંપનીએ કલેમની રકમ ચેકથી ચૂકવી આપી હતી.

મયંક ત્રિવેદી (ફરિયાદીએ) એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ | Manipal Cigna Health Insurance Co. Ltd અને તેના બ્રાંચ મેનેજર વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગત એવી હતી કે ફરિયાદીએ સામાવાળા Manipal Cigna Health Insurance Co. Ltd નો રૂ. ૫,૫૦,૦૦૦/- નો હેલ્થ ઇન્શ્યુરન્સ ધરાવતા હતા. વધુમાં, રૂ. ૧,૩૭,૫૦૦/- નું CB Amount પણ જમા થયું હતું. મજકૂર વીમો અમલમાં હતો તે દરમ્યાન મે-૨૦૨૧ ના અરસામાં ફરિયાદીને કમરમાં દુખાવો જણાતા અને તબિયત સારી ન જણાતા શહેર સુરત મુકામે આવેલ Shree Mahavir Health and Medical Relief Society સંચાલિત

Smt. R.B.Shah Mahavir Super Speciality Hospital માં લઇ જવામાં આવેલ અને ત્યાં Dr. Karsan Nandaniyaની સલાહ અનુસાર ફરિયાદીને તા. ૨૧/૦૫/૨૦૨૧ ના રોજ ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવેલ. ત્યાર બાદ, મજકૂર હોસ્પિટલમાં Dr. Karsan Nandaniya એ ફરિયાદીના જરૂરી ટેસ્ટ કરાવડાવેલા. જેમાં ફરિયાદીને Positional Vertigo, Back pain, હોવાનું નિદાન થયેલું. જેથી તબીબી સલાહ અનુસાર Dr. Karsan Nandaniya દ્વારા ફરિયાદીને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી અને ત્યાર બાદ ફરિયાદીને તા. ૨૭/૦૫/૨૦૨૧ ના રોજ મજકૂર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલી.

મજકૂર હોસ્પિટલાઇઝેશન, મેડિકલ ટ્રીટમેન્ટ, જુદાં-જુદાં ટેસ્ટસ, દવાઓ, ઇન્જેકશનો વગેરે માટે થઇને ફરિયાદીને કુલ ખર્ચ રૂા. ૭૮,૧૫૦/- થયેલો. જેથી ફરિયાદીઓએ સામાવાળા વીમાકંપનીનું નિયત કલેમ ફોર્મ ભરીને સામાવાળા નં. (૧) વીમાકંપની સમક્ષ કલેમ કરેલો. સામાવાળાઓ ફરિયાદીનો ઉપરોકત સાચો અને વાજબી કલેમ મંજૂર કરવા જવાબદાર અને બંધાયેલા હતા અને છે. આમ છતાં સામાવાળા દ્વારા તા. ૨૮/૦૮/૨૦૨૧ ના રોજનો પત્ર ફરિયાદીઓને મોકલેલ. જેમાં ફરિયાદીને અગાઉથી ડાયાબીટીસ અને હાઇપરટેન્શન હોવાના કારણે કલેમ નામંજૂર કરેલ.

વાસ્તવમાં મયંકભાઇને ફરિયાદવાળી બીમારી વીમો લીધો અગાઉથી (pre-existing) ન હતી. વધુમાં ફરિયાદીને ડાયાબીટીસ, Hypertensionની બીમારી પણ ૨૦૧૩થી ન હતી અને ડાયાબીટીસ અને હાઇપરટેન્શનની હિસ્ટ્રી જો કોઇ પેપર્સમાં તેવા મતલબની કોઇ નોંધ હોય તો પણ તેની નોંધ ખરી ન હતી જેથી ફરિયાદીઓએ ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ કરવાની જરૂરત પડી હતી. ત્યાર બાદ, ગ્રાહક અદાલતે ફરિયાદીને એડમીટ કરી સામાવાળા વીમા કંપની પર નોટિસ કાઢી હતી પરંતુ ત્યાર બાદ વીમા કંપનીએ ફરિયાદવાળા કલેમની રકમ રૂ. ૭૮,૧૫૦/- નો ચેક ફરિયાદીને ચૂકવી આપ્યો હતો અને તે રીતે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કર્યા બાદ ફરિયાદનું નિવારણ થઇ ગયું હતું.

Most Popular

To Top