Vadodara

ઠગ બિલ્ડર મનિષ પટેલની જામ્બુઆ પાસેની સાઇટની જાહેર ઇ-હરાજી યોજાશે

વડોદરા: શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર મનિષ પટેલ દ્વારા ઘણી સાઇટો શરૂ કરીને તેમા બનાવેલી દુકાનો તથા મકાનો વેચવાના બહાને અનેક રોકાણકાર લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં બિલ્ડર સાથે તેની પત્ની રૂપલ પટેલ દ્વારા ભાગીદાર છે. જેમાં બિલ્ડર મનિષ પટેલની પણ કરવામાં આવી હતી પરંતુ તેની પત્ની ફરાર રહેતી હતી. ત્યારબાદ તેણે મુકેલા જામીન મંજુર થયા હતા. જોકે બિલ્ડર દંપતીએ રોકાણકારો સાથે નહી પણ બેન્કો પાસેથી લોનના નામે રૂપિયા લીધા બાદ પરત નહી ચૂકવીને ઠગાઇ આચરવામાં આવી હતી. જેથી બિલ્ડર દંપતીને કેટલોક બેન્કો દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જ્યારે ઠગ બિલ્ડરની સુંદરપુરા રોડ પર જામ્બુઆ સબ સ્ટેશન પાસેની આવેલી દેવદર્શન બંગ્લોઝ નામની સાઇટ બનાવવામાં આવી હતી પરંતુ બિલ્ડર દ્વારા બેન્કના રૂપિયા નહી ચૂકવતા ઇન્ડિયન બેન્ક દ્વારા બિલ્ડરની મિલકતની જાહેર ઇ-હરાજી કરવામાં આવી રહી છે.

પતિને પકડવા આવતા પત્નીએ રુકાવટ કરી હતી
અનેક ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડીના બિલ્ડર નાસતો ફરતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને ઘરેથી ઝડપી પાડ્યો હતો. ત્યારે તેની પત્ની અને સાળીએ પોલીસની કામગીરીમાં રુકાવટ કરીને પોલીસ અધિકારીને ધક્કો મારી પોતાના પતિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સાળી અને પત્ની સામે ગુનો દાખલ કરાયો હતો.પોલીસ દ્વારા રૂપલ પટેલની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રૂપલ પટેલ હાઇકોર્ટમાં ગઇ હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા મહિલા બિલ્ડરની ધરપકડ નહી કરવાનો હુકમ કર્યો હતો.

બિલ્ડર સામે 15 જેટલા ગુનો નોંધાઇ ચૂક્યા છે
શહેરના ગોત્રી અને ખોડિયારનગર વિસ્તારમાં ઓફિસ અને દુકાનોની સાઇટ બનાવી ઘણા પાસેથી રૂપિયા લીધા બાદ પજેશન કે દસ્તાવેજ કરી આપતો ન હતો. જેથી તેણે ઘણા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં 15 જેટલા ગુનામાં નોંધાિ ચૂક્યા છે. જ્યારે તેની પત્ની પણ બિલ્ડર હોય તેની સામે ગુના નોંધાયા છે.

Most Popular

To Top