Gujarat

ગુજરાતમાં એપ્રિલ-મે માસમાં મેળાવડા-ઉત્સવોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ

ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે (GUJARAT HIGH COURT) કોરોના મહામારી(CORONA PANDEMIC)ના મામલે દાખલ કરેલી સુઓમોટો (SUOMOTO) રીટમા સુનાવણી (HEARING) દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે આજે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર ગ્રુપની બેઠક બાદ ફેસબુક લાઈવ દ્વ્રારા સરકારના નિર્ણયોની જાહેરત (ANNOUNCEMENT) કરી હતી. જેમાં તમામ પ્રકારના સામાજીક, ધાર્મિક, રાજકીય મેળાવડા(GET TOGETHRT)ઓ પર તથા એપ્રિલ-મે માસમાં આવતા ઉત્સવો(FESTIVAL)ની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકતી જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત શુભ-અશુભ પ્રસંગે મર્યાદિત લોકોને ભેગા થવાના તથા તમામ કચેરીઓ અડધા કર્મચારી ગણથી ચલાવવાના પણ આદેશ જારી કરવામાં આવ્યા હતા. જન્મ દિવસની પાર્ટીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રૂપાણીએ ફેસબુક લાઈવ દ્વ્રારા સરકારના નિર્ણયોની જાહેરાત કરતા કહયું હતું કે કફર્યુના સમયમાં લગ્ન સમારંભો યોજી શકાશે નહીં. મૃત્યુ કે અંતિમ વિધીમાં 50થી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. રાજકિય , સામાજીક , ધાર્મિક કાર્યક્રમો , સત્કાર સમારંભો અને જન્મ દિવસોની ઉજવણી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહશે. સરકારી તેમજ ખાનગી ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે ચલાવવાની રહેશે, કર્મચારીઓને વારાફરતી કે આંતરે બોલાવી શકાશે. લગ્ન સમારંભોમાં બંધ કે ખુલ્લામાં 50થી વધુ મહેમાનો એકત્ર થઈ શકશે નહીં. એપ્રિલ કે મે માસમાં કોઈ પણ ધાર્મિક તહેવારોની ઉજવણી કરી શકાશે નહીં. રાજયના તમામ ધાર્મિક સ્થાનો આગામી તા.30મી એપ્રિલ સુધી બંધ રાખવાના રહેશે. આ ધાર્મિક સ્થાનો પર પૂજા વિધી પૂજારી દ્વ્રારા મર્યાદિત લોકો સાથે કરવાની રહેશે.ભકત્તોએ ધાર્મિકસ્થાનો પર દર્શન કરવા જવુ નહીં તે હિતાવહ રહેશે એમ મેસેજમાં જણાવાયું હતું. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે તે તેઓ તહેવારો પોતાના ઘરે જ ઉજવે અને જાહેર સ્થળોએ મોટા પ્રમાણમાં ભેગા થાય નહીં. લગ્ન સમારંભોમાં હાલ 100 વ્યક્તિને આમંત્રણની છૂટ હતી તે હવે ઘટાડીને 50 વ્યક્તિની કરવામાં આવી છે. આગામી આદેશ સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની એક ડિવિઝન બેન્ચે ગઇકાલે એક સુઓમોટો રિટ દાખલ કરીને જણાવ્યું હતું કે રાજ્ય આરોગ્ય કટોકટી તરફ આગળ વધી રહ્યું છે, જે રીટની આજની સુનાવણીમાં ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને ઉપસ્થિત થવા જણાવાયું હતું, જે સુનાવણી પછી મુખ્યમંત્રીએ આ આદેશો, સૂચનો જારી કર્યા છે.

Most Popular

To Top