Vadodara

સોનાના નકલી સિક્કા પધારાવવાના પ્રકરણમાં PSI ત્રિપૂટી સસ્પેન્ડ

વડોદરા : કારેલીબાગમાં આવેલી જયપાર્ક સોસાયટીમાં વૃદ્ધ માતા સાથે રહેતા અર્ચનાબેન મકવાણા ઠગ ટોળકી સાથે મળી ગયેલ સીટી પોલીસ મથકનાં પીએસઆઈ સહિતની ત્રિપુટીનો શિકાર બન્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદીની માતાને શાક માર્કેટમાં હિન્દી ભાષી ઠગ ભેટી ગયો હતો. લોભામણી લાલચ આપતાં ગઠીયા એ ચાંદીના બે સિકકા આપીને લીધેલ મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો અને 1.25 કરોડના સોનાનાં સિકકા 41 લાખમાં આપવાના હોવાનુ જણાવ્યું હતુ. ઠગ ટોળકી સાથે માંજલપુર પોલિસ મથકનાં લોકરક્ષક રઘુનાથ પીએસઆઈ હિતેશ વસાવા અને અમરદીપસિંગ પણ કાવતરું રચવામાં જોડાયા હતા.અર્ચનાબેને બેન્કની ફિક્સ ડિપોઝિટ તોડાવીને રોકડ એકત્ર કરી હતી.

પૈસા લઈને દુમાડ સારસા રોડ પાસે ઠગ ટોળકીએ બોલાવ્યા અને નાણાં લઈને નક્લી સોનામાં સિકકાનુ પોટલું પધરાવી દીધુ હતું. લાખો રૂપિયા હાથમાં આવતાં જ અગાઉ રચેલ કાવતરા મુજબ પોલીસ ત્રિપુટીએ 41 લાખ રોકડા ગઠિયાઓ પાસેથી લઈને રસ્તામાં ભાગ બટાઈ પણ કરી નાખી હતી. જોકે ઠગ ટોળકીનો સૂત્રધાર આણંદ પોલીસના હાથે ઝડપાતા જ ભાંડો ફૂટ્યો હતો. પીએસઆઈ કક્ષાના પોલીસે પણ આરોપીને મદદ થાય તેવી કામગીરી કરીને રાતોરાત માલેતુજાર બની જવા ફિલ્મી ઢબે કાવતરું રચ્યું હતું. આ અંગે આણંદ પોલીસે વડોદરા પોલીસને જાણ કરી હતી.

તેની તપાસ પોલીસ કમિશનર દ્વારા ડીસીપી ઝોન-૩ ને સોંપવામાં આવી હતી. ઉચ્ચસ્તરે થી તપાસના આદેશ છૂટયા હતા અને પીએસઆઈ સહિતની ત્રિપુટીને તાત્કાલીક સસ્પેન્ડ કર્યઆહતા. રુંગનાથ હાલમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં, અમરદિપસિંહ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અને પી.એસ.આઇ.એચ.એ. વસાવા હાલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જોકે છેતરપીંડીનો ભાંડો ફૂટતા જ પી. એસ.આઇ.વસાવા થોડા સમય પૂર્વે માંદગીની રજા પર ઉતારી ગયા છે.

Most Popular

To Top