Comments

લદ્દાખમાં વિરોધ પ્રદર્શનો, ચીન તીક્ષ્ણ નજરથી જોઈ રહ્યું છે

એવા સમયે જ્યારે ચીન ભારત પર દબાણ બનાવી રહ્યું છે અને ભારત સરકારે ચીનના વિસ્તરણવાદી માનસિકતાને રોકવા માટે સંરક્ષણ દૃષ્ટિકોણથી રસ્તાઓ અને હવાઈ પટ્ટાઓ સહિત માળખાકીય સુવિધાઓના નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે ત્યારે કોઈ મેકમોહન લાઇન (અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ) પર કે વાસ્તવિક નિયંત્રણ રેખા -એલએસી (લદ્દાખ સેક્ટરમાં સરહદ) પર જાહેર અશાંતિનો અંદાજ લગાવી શકતું નથી. તે ન તો દેશના હિતમાં છે અને ન જનતાના હિતમાં છે.

એ એક જાણીતી હકીકત છે કે, તેમની આદિવાસી વંશીયતાનું રક્ષણ કરવું એ લદ્દાખીઓના હૃદયની ખૂબ નજીક છે. તે એ હકીકત દ્વારા સાબિત થાય છે કે, જ્યારે પણ કોઈ પડકાર ઊભો થયો અને તેમની ઓળખ જોખમમાં આવી ત્યારે લદ્દાખીઓ વિરોધ પ્રદર્શન કરવા ઊભાં થયાં છે, જે મોટા ભાગે શાંતિપૂર્ણ રહ્યા છે. જે બુદ્ધ અને ગાંધીના ઉપદેશો અનુરૂપ છે, જે પર્વતીય રણનાં લોકો દ્વારા પૂરા દિલથી સ્વીકારવામાં આવે છે.

૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જ્યારે લદ્દાખના નવા કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની લેહમાં હિંસા ફાટી નીકળી હતી ત્યારે આ બધા માટે ચોંકાવનારું હતું. આ ત્યારે બન્યું જ્યારે કેન્દ્ર અને લેહ એપેક્સ બોડી (એલએબી)-કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (કેડીએ)ના પ્રતિનિધિઓ વચ્ચે ૬ ઓક્ટોબરના રોજ યોજાનારી મંત્રણા માટે માહોલ બનાવવામાં આવી રહ્યો હતો. એલપીબીની ઉગ્ર યુવા પાંખ રસ્તાઓ પર ઊતરી આવી અને કાયદો પોતાના હાથમાં લીધો, જેમાં ચાર લોકો માર્યા ગયાં અને ઘણાં ઘાયલ થયાં, જે નિંદનીય છે. આનાથી વાટાઘાટો માટે વાતાવરણ ખરાબ થયું, જે ઘણાને લાગ્યું કે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગઈ છે, જ્યારે કેટલાંક લોકોએ તેનાથી વિપરીત વિચાર્યું હતું.

૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુનર્ગઠન દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ લદ્દાખનાં લોકો તેમની મુખ્ય માંગ પૂર્ણ થયા પછી, લદ્દાખીઓ કેન્દ્રને બંધારણની અનુસૂચિ ૬ઠ્ઠી હેઠળ પહાડી રણ ક્ષેત્રને લાવવા અને નિવાસના આધારે આદિવાસી જાતિની ઓળખ અને જમીન અને નોકરીના અધિકારોનું રક્ષણ કરવાનું તેમનું વચન પૂરું કરવાની માંગ કરી રહ્યા હતા. જો કે, સત્તાધારીઓ વિલંબમાં મૂકી રહ્યા હતા, જેના પરિણામે શાસક ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯માં જીતેલી એક માત્ર લોકસભા બેઠક છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં ગુમાવી દીધી હતી.તે લદ્દાખમાં પ્રવર્તમાન જાહેર મૂડનો મજબૂત સંકેત હતો. સામાન્ય રીતે એકબીજાથી વિરુદ્ધ કારગિલ (શિયા મુસ્લિમ બહુમતી) અને લેહ (બૌદ્ધ બહુમતી) પ્રદેશોએ તેમના વંશીય અધિકારોના રક્ષણ અને રાજકીય સશક્તિકરણ માટે એકતા દર્શાવી. આ વિકાસ પ્રદેશ માટે સારો હતો, પરંતુ કદાચ દિલ્હી અને કાશ્મીરમાં રાજકીય શક્તિઓ માટે નહીં.

તેમ છતાં, એવું લાગે છે કે સત્તામાં રહેલાં લોકોએ ચેતવણીના સંકેતોને અવગણ્યા હતા અને મુખ્ય મુદ્દાઓને ઉકેલવાને બદલે સ્થાનિક ભાવનાના ભોગે તેમના રાજકીય ફાયદા માટે માર્ગો અને માધ્યમો શોધવામાં ઉત્સુક દેખાતા હતા. કારણ કે, પાડોશી દેશનો માહોલ ખૂબ જ પ્રતિકૂળ છે અને અશાંત લદ્દાખ ભારતની પ્રાદેશિક અખંડિતતાને પડકારવાના ચીનના ઇરાદાને પ્રોત્સાહન આપશે. લેહની તાજેતરની પરિસ્થિતિને જેન-ઝેડનું વિરોધ પ્રદર્શન ગણાવવું અને તેને નેપાળમાં થયેલી ઘટના સાથે તેની તુલના કરવી એ અતિશયોક્તિ છે.  શ્રેષ્ઠ રીત એ છે કે, તેને ગંભીર ચેતવણી સંકેત તરીકે લેવો જોઈએ અને ઊંડાણપૂર્વકના રાજ્યકાર્યમાં સામેલ થવા અને તેમાં રાજકીય હિત જોડવાને બદલે લોકોની લાગણીઓને શાંત કરીને કાળજીપૂર્વક તેનું સમાધાન કરવામાં આવે.

કેટલીક વાર વર્તમાન સરકારો માટે સમસ્યાના ઝડપી ઉકેલો સુધી પહોંચવું મુશ્કેલ હોય છે, ભલે તે વાસ્તવિક હોય, પરંતુ સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે જ્યારે સંદેશાવ્યવહાર ચેનલો તૂટી જાય છે અથવા જાણી-જોઈને વિલંબ કરવામાં આવે છે. લદ્દાખની વર્તમાન પરિસ્થિતિ કેન્દ્ર સરકારની વિલંબિત પ્રતિક્રિયાનું પરિણામ છે. જો કે, મુદ્દાને ઉકેલવા માટે કેટલાંક સકારાત્મક પગલાં લેવામાં આવ્યાં છે.

જો વિલંબથી ભ્રષ્ટાચાર જન્મે છે તો તે બંને બાજુ ખાસ કરીને સત્તાવાળાઓને, રાજકીય કાવતરાંઓને પણ છૂટ આપે છે, અન્ય બધી આવશ્યકતાઓની ઉપર હોય છે. લેહમાં બરાબર એવું જ બન્યું હતું જ્યાં વિરોધીઓએ હિંસાનો આશરો લીધો અને શાસક શાસન સામે રોષ દર્શાવવા માટે સ્થાનિક ભાજપ કાર્યાલયને આગ લગાવી દીધી. આ બધું ત્યારે બન્યું જ્યારે શિક્ષણવિદમાંથી આબોહવા કાર્યકર બનેલા અને મેગ્સેસે પુરસ્કાર વિજેતા સોનમ વાંગચુક તેમની 35 દિવસની ભૂખ હડતાળના છેલ્લા તબક્કામાં હતા. જ્યારે યુવા કાર્યકરોનાં તોફાનોના અહેવાલો આવવા લાગ્યા ત્યારે તેમણે તરત જ તેમણે તેની ભૂખ હડતાળ પાછી ખેંચી લીધી.

વાંગચુકે તેમની હડતાળ ખતમ કરવાની જાહેરાત કરતાં કહ્યું, ‘’મને તમને જણાવતાં દુઃખ થાય છે કે લેહમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી. ઘણી ઓફિસો અને પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને સળગાવી દેવામાં આવ્યા હતા. લેહમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ મોટી સંખ્યામાં યુવાનો સડકો પર ઊતરી આવ્યાં હતાં. આ યુવાનોનો ગુસ્સો હતો, એક જેન-ઝેડ ક્રાંતિ.’’ એલએબી, જેની યુવા પાંખે તે દિવસે મોટા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, તેણે કેન્દ્ર સરકાર સાથે તાત્કાલિક આગામી બેઠકની માંગ કરી હતી. કારણ કે, તેના સભ્યો 10 સપ્ટેમ્બરથી ભૂખ હડતાળ પર હતાં.

લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી તેનું સંચાલન કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 6 ઓક્ટોબર માટે આગામી રાઉન્ડની વાટાઘાટોની જાહેરાત કરી હતી. છેલ્લી બેઠક મે મહિનામાં યોજાઈ હતી; 2024 થી સૌથી તાજેતરની વાટાઘાટો ચાલી રહી છે. જો કે, એલએબી સભ્યોએ તેમની સાથે ચર્ચા કર્યા વિના ઓક્ટોબરની તારીખ નક્કી કરવાનું ‘તાનાશાહી’ તરીકે જોયું, જ્યારે લોકો ભૂખ હડતાળ પર હતા. બુધવારે બંધ અને વિરોધ પ્રદર્શન માટેનું તેમનું આહ્વાન હિંસક બન્યું. લેહના રસ્તાઓ પર યુવાનોનું ઊતરી આવવાનું સૌથી મોટું કારણ બેરોજગારીનો વધતો દર છે. તેના કારણે તેઓ અનિશ્ચિતતા અને નિરાશાની સ્થિતિમાં છે અને તેમને એવો ભય સતાવી રહ્યો છે કે બહારનાં લોકો લદ્દાખમાં આવીને તેમના રોજગાર છીનવી લેશે. કારણ કે, તેમના નિવાસ અધિકારોની સુરક્ષા નથી.

તાજેતરના સરકારી સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે, લદ્દાખમાં 26.5% સ્નાતકો બેરોજગાર છે. સમગ્ર દેશ માટે આ જ દર ૧૩.૪% હતો. તેમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે, આંદામાન અને નિકોબારમાં સૌથી વધુ ૩૩% બેરોજગારી હતી, જ્યારે લદ્દાખ ૨૬.૫% સાથે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ખરાબ બેરોજગારી સાથે બીજા ક્રમે હતું. મુખ્ય માગણીઓને પૂરી કરવા ઉપરાંત, આ હકીકતને અવગણી શકાય નહીં અને તેને વિલંબ કર્યા વિના અને વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનોના સંતોષ માટે હલ કરવી જોઈએ. બંને પક્ષોએ, રાજકારણ  અને રાજ્યકૌશલને ગૌણ સ્થાન આપવું જોઈએ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top