ઘેજ(Ghej): ‘અમે કાગળીયા લખી લખી થાક્યા, ઉનાળાના ચાર ચાર મહિના ગયા, છતા નવા ઓરડા આવ્યા નથી, સરકાર વાત માનતી નથી’ સાદડવેલમાં ઉપરોક્ત ગીત(Song) ગાઇ(Sing)ને સરપંચ(Sarpanch) સહિતના ગ્રામજનોએ શાળા (School) પ્રવેશોત્સવ(Entrance Ceremony)નો વિરોધ(Protest) કર્યો હતો.
- સાદડવેલમાં ગીત ગાઇને સરપંચ સહિતના ગ્રામજનોનો શાળા પ્રવેશોત્સવનો વિરોધ
- જર્જરિત ઓરડાનું ડિમોલિશન કરાયા બાદ નવા ઓરડાની મંજૂરી આપી નહીં
- શાળામાં ત્રણ ઓરડામાં પણ ચોમાસામાં પાણી ટપકવા સાથે જર્જરિત બન્યા
સાદડવેલ ગામની સોનારીયા પ્રાથમિક શાળાનામાં ૧૨૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના જર્જરિત ઓરડાનું ફેબ્રુઆરી માસમાં ડિમોલિશન કરાયા બાદ નવા ઓરડાની મંજૂરી નહીં આવતા સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી શાળા પ્રવેશોત્સવના બહિષ્કારની ચીમકી આપી હતી. શાળામાં એસએસએના ત્રણ ઓરડા છે. જેમાં પણ ચોમાસામાં પાણી ટપકવા સાથે જર્જરિત બનવા જઇ રહ્યા છે.
ગ્રામજનોએ ગીત ગઈને કર્યું અનોખું વિરોધ પ્રદર્શન
આ દરમ્યાન સોનારીયા અને કુંભાર ફળિયાની પ્રાથમિક શાળામાં આજે નાયબ ડીડીઓ સહિતનાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. પરંતુ ગામલોકોની પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવાની લેખિત રજૂઆતની તંત્ર દ્વારા ધરાર અવગણના કરાતા આજે સોનારિયા પ્રાથમિક શાળા પાસે સરપંચ વૈશાલીબેન આગેવાન પંકજભાઇ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઇ ‘અમે કાગળીયા લખી લખી થાક્યા, શિયાળાના ચાર ચાર મહિના ગયા, છતા નવા ઓરડા નથી આવ્યા, સરકાર વાત માનતી નથી’ ગીત ગાઇને વિરોધ પ્રદર્શન કરી નવા ઓરડાની માંગ કરવામાં આવી હતી. સાથે માંગણી નહીં સંતોષાઇ તો ગામની તમામ શાળાઓને તાળાઓ મારી બાળકોને ઘરે ભણાવવાની ચીમકી આપવામાં આવી હતી.