વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2017 ના વર્ષ માં કોનોકાર્પસના 30 હજાર જેટલા વૃક્ષ સમગ્ર વડોદરા શહેરમાં અને તાંદળજા વિસ્તારમાં અને વિવિધ સ્થળે અને રોડના ડિવાઇડર ની વચ્ચે લગાવવામાં આવ્યા હતા.પરંતુ તે નુકસાન કારક હોઈ વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ વાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સંશોધન મુજબ કોનોકાર્પસ વૃક્ષ પર્યાવરણ અને માનવજીવન માટે ખતરો છે અને આ વૃક્ષ થી અસ્થમા,શરદી,ઉધરસ,એલર્જી વગેરે રોગો થવાની શક્યતાઓ છે.અને કોનોકાર્પસ વૃક્ષ જમીનની અંદર ખૂબ ઊંડે સુધી ઉતરે છે.
અને ખુબજ વિકાસ પામે છે જેથી ઘણાં સંદેશ વ્યવહારના કેબલ,ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન ને નુકસાન પહોંચાડે છે અને કોનોકાર્પસ વૃક્ષ ભૂગર્ભ જળનું મોટા પ્રમાણમાં શોષણ કરે છે જેના કારણે ધરતી ના પેટાળ માંથી પાણી ખતમ થઈ જાય તેવી આશંકા છે.વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ વાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને વડોદરા મનપા દ્વારા પણ આ વૃક્ષો કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી પણ આજદિન સુધી આ વૃક્ષો વડોદરા શહેર અને તાંદળજા વિસ્તારમાંથી કાઢવામાં આવ્યા નથી.