SURAT

એક ફોન કરો અને પાલ ગૌરવપથની આ હોટલમાં લલના હાજર થઈ જતી, પોલીસે રેકેટ ખુલ્લું પાડ્યું

સુરત: શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ પર પોલીસે લાલ આંખ કરી તો હવે હોટલોમાં કુટણખાના ધમધમવા લાગ્યા છે. સુરતના પાલ ગૌરવપથ રોડ પર શેવિઓન શોપિંગ સર્કલ પાસે શેવીઓન બિલ્ડિંગના ચોથા માળે આવેલી હોટલ રોયલ પેરેડાઈઝમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ હોટલનો માલિક કુંજલ રવિન્દ્ર બિજવે તથા હર્ષ સંજય મોદી પોતાની હોટલમાં હર્ષ રવિન્દ્ર બિજવે દેહવ્યાપાર કરવા માટે રૂમના હોટલ ઉપલ્બ્ધ કરાવતા હતા. સપ્લાયર રોહિત શર્મા અને રાજ શર્મા તેઓને લલના સપ્લાય કરતો હતો. પોલીસે બાતમીના આધારે રેઈડ કરી હતી. પોલીસે ટ્રેપ ગોઠવી હતી. ડમી ગ્રાહક મોકલીને આ આખાય રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

દલાલ મારફતે કોન્ટેક્ટ કરી લલના રૂમમાં મોકલતા
હોટલના માલિક ઓળખીતા દલાલો દ્વારા કેટલીક ભારતીય લલનાઓને બોલાવી પોતાની હોટલના રૂમમાં રાખી હોટમાં આવતા ગ્રાહકોને સપ્લાય કરતા હતા. તે ઉપરાંત દલાલો ફોનથી ગ્રાહકોનો કોન્ટેક્ટ કરી શરીર સુખ માણવા હોટલમાં બોલાવતા હતા. શરીર સુખ માણવાના બદલામાં ગ્રાહકો પાસેથી 6500 રૂપિયા લેતા હતા. લલનાઓને 1500 રૂપિયા આપતા હતા.

સરથાણામાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું
સુરતમાં સ્પાની આડમાં ગોરખધંધા ઠેર ઠેર ધમધમી રહ્યાં છે. ત્યારે સરથાણા સરથાણા પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ કરી હતી. યોગીચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું. સ્પાનો સંચાલક આર્થિક લાભ મેળવવાં  દેહ વ્યાપારનો ધંધો કરતો હતો. સ્પામાં ચાલતા કૂટણખાનાથી લોકો પણ હેરાન પરેશાન થયા  હતાં. જેથી સરથાણા પોલીસે કાર્યવાહી કરી 1 સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી હતી. જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી પાંચ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.

Most Popular

To Top