Vadodara

નાગરવાડામાં દુિષત પાણીથી 3 લોકોના મૃત્યુ થયેલા તેમના પરિવારને ૧૦ લાખની સહાયની વિપક્ષે દરખાસ્ત મુકી

વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં માળી મોહલ્લો માં થોડા દિવસ અગાઉ દૂષિત પાણી પીવાના આ મામલે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૫ થી ૨૦ લોકો ઝાડા ઉલ્ટીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા આજે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પુષ્પા વાઘેલાએ વિસ્તારની મુલાકાત લીધી હતી અને જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય તંત્ર દ્વારા આપવામાં આવે તેવી પણ દરખાસ્ત મૂકવામાં આવી હતી.

મનપાનું તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી તંત્ર દ્વારા આપવામાં આવતું નથી વેરાનું વળતર પણ નાગરિકોને આપવામાં આવતું નથી થોડા દિવસ અગાઉ નાગરવાડા વોર્ડ નંબર 8 ની કચેરી સામે આવેલી મારી મહોલ્લા માં દૂષિત પાણી પીવાના કારણે ઝાડા ઉલ્ટીના કેસો વધતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ સ્થાનિકોએ રજૂઆત કરવા વોર્ડ નંબર 8 ની કચેરીએ ગયા હતા ત્યાં કોઈ જવાબદાર અધિકારી ન મળતાં તેઓએ ઓફિસમાં તોડફોડ કરી હતી ત્યારબાદ સફારી તંત્ર જાગ્યું હતું અને ત્યાં કરી સફાઈ અને લાઇનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.

હજુ સુધી ત્યાં કરી નાગરિકોને ચોખ્ખું પાણી પીવા મળતું નથી આજે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પુષ્પા વાઘેલા માળી મહોલ્લા કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં નાગરિકોને ક્લોરિન ની ગોળી નાખીને પાણી પીવું જોઈએ કેમ જણાવ્યું હતું પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ત્યાં કરવામાં આવી નથી હજુ પણ નાગરિકોને દૂષિત પાણી પીવાનો વારો આવી રહ્યો છે કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાણીમાં ક્લોરીન નાખેલું હોય છે જેના કારણે વધુ ક્લોરીનવાળો પાણી નાગરિકો પીવે તો તેઓને પથરી જેવા રોગો પણ થઈ શકે છે તંત્ર નાગરિકોને ચોખ્ખું પાણી આપવામાં નિષ્ફળ ગયું છે વિપક્ષ દ્વારા 3 લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર જનોને તંત્ર દ્વારા 10 લાખની સહાયની દરખાસ્ત મુકવામાં આવી છે.

Most Popular

To Top