સુરત: ઇસ્લામ ધર્મના આખરી પયગંબર (Prophet) હઝરત (Hazrat) મોહમ્મદ (Mohammad) મુસ્તુફા (Mustafa) (સ.અ.વ.)નાં જન્મ દિવસ નિમિત્તે શહેરમાં ઇદે મિલાદનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. સુરત શહેર સિરતુન્નબી કમીટીના નેજા હેઠળ ઝાંપાબજાર ખાતેથી નીકળેલા ભવ્ય જુલુસને વર્ષોની પરંપરા મુજબ શહેર પોલીસ કમિશનર અજય તોમર અને શહેરના માજી મેયર કદીર પીરઝાદાએ લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલ, જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, સ્થાનિક કોર્પોરેટર રાકેશભાઈ માળી, નરેશ જરીવાલા, મુકેશ મહાત્મા હાજર રહ્યાં હતાં. ઝાંપાબજાર ઇસતેઇકબાલ સમિતી પ્રમુખ અયુબ બોટાવાલા, સિરતુન્નબી કમીટી પ્રમુખ સિરાજબાવા સેયદ, તાજીયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી, સોહેલ હાંસોટી દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તમામ મસ્જિદના ઇમામો, સામાજિક તેમજ રાજકીય આગેવાનોની હાજરીમાં નીકળ્યું
બીજી તરફ જશને ઈદેમિલાદુન્નબીની ઉજવણી નિમિત્તે જુલુસ ઈદેમિલાદુન્નબી કમિટી ચેરીટેબલે ટ્રસ્ટ સુરતનાં નેજા હેઠળ બડેખા ચકલા પખાલીવાડ, હઝરત ખ્વાજા દાના દરગાહ ખાતેથી આ જુલુસ હઝરત મોલાના મુફ્તી કેશર આલમ સાહેબની રાહબરી હેઠળ, મોલાના મુફ્તી મોહમ્મદ નસીમ રઝા, મોલાના મુફ્તી સૈયેદ મોહમ્મદ તહૂર, મોલાના મુફ્તી મોહમ્મદ સલીમ મિસ્બાહી, તમામ મસ્જિદના ઇમામો, સામાજિક તેમજ રાજકીય આગેવાનોની હાજરીમાં નીકળ્યું હતું. જે બડેખા ચકલા દરગાહ પખાળીવાડથી હઝરત ખ્વાજા દાના દરગાહ પાસેથી નીકળી ગોપીપુરા મોમનાવાડ નવસારી નવસારી બજાર, કોટસફિલ રોડ, ડી.કે.એમથી ભાગળથી રાજમાર્ગ થઈ ચોકથી હઝરત ખ્વાજા દાના દરગાહ ખાતે પહોંચ્યું હતું. જુલુસમાં પ્રવીણ કહાર, કમલેશ પારેખ, અબ્બાસ શેખ, રિયાઝબાબા, સફી જરીવાલા, અનિકેત રેશમવાલા, રાજુભાઈ ભરૂચી,આસીફ રંગુની, આસીફ પટેલ, મુન્નાભાઈ ટેલર ઉપસ્થિત રહ્યા હતા.