મૈસૂર: વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર કરી રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આજે કર્ણાટક (Karnataka)ના પ્રવાસે છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પર પણ નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધી(Rahul Gandhi) ની લોકસભા સદસ્યતા અયોગ્ય ઠરાવવાનો ઉલ્લેખ કરતાં આશા વ્યક્ત કરી હતી કે, જેવી રીતે 1978માં ચિકમગલૂરના લોકોએ ઈન્દિરા ગાંધીને આત્મવિશ્વાસ અપાવ્યો હતો કે જનતા તેમની સાથે છે, તેવી જ રીતે આત્મવિશ્વાસ દેશના લોકો રાહુલ ગાંધીને પણ આપશે.
સાથે જ કર્ણાટકના મૈસૂરમાં એક હોટલમાં પ્રિયંકા ગાંધીએ ઢોસા બનાવવાનો પ્રયત્ન ર્ક્યો હતો. પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમાર અને રણદીપ સિંહ સુરજેવાલા પણ શામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી હોટલના કર્મચારીઓની સાથે વાતચીત કરતાં અને ઢોસા બનાવતાં જોવા મળી રહ્યા છે. આ રેસ્ટોરાંનું નામ Mylari Hotel કહેવામાં આવી રહ્યું છે, જે મૈસૂરનું સૌથી જુના રેસ્ટોરાંમાંથી એક છે. પ્રિયંકા ગાંધીએ હોટલના માલિક અને તેમના પરિવારનું અભિવાદન ર્ક્યુ અને તેમની સાથે સેલ્ફી લીધી.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ ર્ક્યુ કે, ‘આજે સવારે મયાલરી હોટલ માલિકોની સાથે ઢોસા બનાવવાની મજા લીધી. ઈમાનદારી, સખત મહેનત અને બિઝનેસનું એક ચમકદાર ઉદાહરણ. તમારી શાનદાર મેજબાની માટે ધન્યવાદ. ઢોસા પણ સ્વાદિષ્ટ હતા. પોતાની દીકરીને ઢોસા ટ્રાય કરાવવા માટે મૈસૂર લાવવાની રાહ નથી જોઈ શકતી.’
224 સીટો ધરાવતાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 10 મેના રોજ એક જ ચરણમાં યોજાશે, જેની મતગણના 13 મેના દિવસે થશે. ગઈકાલે મૈસૂરમાં એક જનસભાને સંબોધિત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘વડાપ્રધાન અહીં આવે અને કહે કે, વિપક્ષના નેતા તેમની કબ્ર ખોદવા ઈચ્છે છે. આ કેવી વાત છે? દેશનો દરેક નાગરિક વડાપ્રધાનનું સ્વાસ્થ્ય સારું રહે તેવું ઈચ્છશે.’ પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘કર્ણાટકના લોકોને કોઈ નેતાના કહેવા પર નહીં પણ પોતાની અંતરાત્માની અવાજનો વોટ આપવો જોઈએ.’ તેમણે દાવો ર્ક્યો છે કે, કર્ણાટક રાજ્યમાં બદલાવનો સમય છે. કેમ કે, ભાજપાએ રાજ્યમાં કોઈ રચનાત્મક કાર્ય નથી ર્ક્યું.
પ્રિયંકા ગાંધીએ અહીં એક ચૂંટણી સભામાં કર્ણાટકની સરકાર પર 1.5 લાખ કરોડ રૂપિયાની લૂંટનો આરોપ લગાવ્યો છે અને લોકોને આહ્વાન આપ્યું છે કે, તે કોંગ્રેસની સરકાર બનાવે જેથી તેમના હિતમાં કામ થઈ શકે.