Charchapatra

પ્રિયંકાએ ભરઆકાશે ભાજપનો(કનકવો) કાપ્યો

ગુજરાતમાં ચારે દિશામાંથી ભાજપના ભવ્ય વિજયની દુંદુભિ જોરશોરથી વાગી રહી હતી.એટલે સ્વાભાવિક રીતે જ હિમાચલ પ્રદેશ જેવા નાનકડા રાજ્યમાં કોંગ્રેસે વગાડેલી ચૂંટણી વિજયની શરણાઈના સૂર ન સાંભળી શકાય એ બનવાજોગ છે. સચીન તો પાયલોટ છે જ . પણ એણે કોંગ્રેસની મિતભાષી મહાસચિવ, પ્રિયંકાના સથવારે પ્રચારની ઊંચી ઉડાન ભરીને કોંગ્રેસ માટે બહુ મોટો ચમત્કાર કરી બતાવ્યો છે એની નોંધ અન્ય રાજકારણીઓએ તો લીધી જ છે, પણ પ્રજાએ પણ લેવી પડશે. જૂની ફિલ્મ ‘ઉડન ખટોલા’ના જાણીતા એક ગીતની પંકતિમાં આવે છે કે ‘ ચારોં તરફ લગે હૈં, બરબાદીઓં કે મેલે રે ‘ જેવા  કોંગ્રેસના  હાલના  સંજોગોમાં આ રીતનો સત્તાપલટો ‘રણમાં ખીલ્યું ગુલાબ ‘ એમ કોઈ રાજ પુરુષ કહે તો એમાં ખોટું શું છે?
સુરત     – પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોંઘવારીને અંકુશમાં લેવા નીતિવિષયક પગલાં પણ જરૂરી
તાજેતરમાં રિઝર્વ બેંક ઓૅફ ઈન્ડિયાએ ચાલુ વર્ષે સતત પાંચમી વખત રેપોરેટમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંકે રેપોરેટમાં 0.35 ટકા એટલે કે 35 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. એ સાથે જ રેપોરેટ 5.90 ટકાથી વધીને 6.20 (છ પોઈન્ટ વીસ) ટકા થઈ ગયો છે. જે છેલ્લાં ત્રણ વર્ષનાં સૌથી ઊંચો છે. રિઝર્વ બેંક દ્વારા અત્યાર સુધીમાં ઉપરાછાપરી વ્યાજના દરમાં વધારો કરવામાં આવ્યો છે અને ફુગાવાને અંકુશમાં લેવા માટે હજુ પણ વ્યાજના દરમાં વધારો કરવામાં આવશે તેવી શક્યતા છે, પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક હાલત અને એમાં આપણા દેશની આયાત-નિકાસ વચ્ચેના મોટા તફાવતને ધ્યાનમાં લેતાં ફુગાવો-મોંઘવારી અંકુશમાં રહે તેવી શક્યતા ઓછી છે. આવા સંજોગોમાં માત્ર વ્યાજના દરમાં જ વધારો કરવાથી ફુગાવો-મોંઘવારી વધવાનું કારણ નીતિગત હોય તો માત્ર આર્થિક પગલાંઓથી જ તેને અંકુશમાં લેવાનું મુશ્કેલ બની વિષયક પગલાં પણ લેવાની જરૂર છે. અનાજ-કઠોળ સહિત તમામ જીવનજરૂરી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી અને નફાખોરી અટકાવવા કડક, નક્કર અને અસરકારક પગલાં પણ લેવાની જરૂર છે.
પાલનપુર          -મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top