Vadodara

પોલીસનો સપાટો, અમિતનગર પાસેથી ખાનગી વાહનો ગાયબ ગાયબ

વડોદરા : અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઇકોસ્ટેન્ડ બનાવી પહેલા આડેધડ ઉભા રહેતા હતા. પરંતુ હાલમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અ્ને આદર્શ આચારસંહિતાનો અમલ પણ શરૂ થઇ ગયો છે. ત્યારે ગેરકાયદે ઉભા રહેતા ખાનગી વાહનો ચાર રસ્તા પાસેથી ગાયબ થઇ ગયા છે. થોડા વાહનો હોવાથી ટ્રાફિકજામની સમસ્યામાંથી લોકોને આંશિક રાહત સાંપડી છે. અમિતનગર સર્કલ અ્ને માણેકપાર્ક ચાર રસ્તા સહિતના શહેરના વિવિધ સર્કલો પર ગેરકાયદે ઇક્કો સ્ટેન્ડ વાહનના ચાલકો દ્વારા બનાવવામાં આવ્યા હતા.

જ્યા મોટી સંખ્યં ખાનગી વાહનો ઉભા રહેતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. ક્યારેક તો ટ્રાફિકના કારણે વાહનો વચ્ચે અકસ્માત પણ થતા હતા. જેને લઇને સ્થાનિક સહિત અ્ન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડતા હેરાન પરેશાન થતા હતા. હાલમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે અને આદર્શ આચારસંહિતાનો અમલ પણ શરૂ થઇ ગયો છે. જેથી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થયા બાદ અમિતનગર સર્કલ પાસેથી ગેરકાયદે ઉભા રહેતા વાહનચાલકો તો ગાયબ થઇ ગયા છે. જેને લઇને લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ચૂંટણીની જાહેરાત બાદ જાણે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાણે વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે.જેને લઇને ખાનગી વાહન ચાલકો સર્કલ પાસે નહીં ઉભા રહેતા હોય તેમ જાણવા મળી રહ્યું છે.

અમદાવાદના યુવક પર હુમલો કરનાર 11 ભરવાડ પૈકી એક પણ હજુ હરણી પોલીસથી પકડાયો નથી
અમિતનગર સર્કલ પાસે 6 ઓક્ટોબરના રોજ અમદાવના યુવકને વાહન અહીયા નહી ઉભ રાખવાનું તેમ કહીં 11 ભરવાડોના ટોળાએ લાકડીઓથી ગંભીર રીતે માર માર્યો હતો. જેમાં યુવકે ઈજા થતા સયાજી હોસ્પિટલમાં સારવા કરાવી હતી. ત્યાર બાદે યુવકે હરણી પોલીસ સ્ટેશનમાં 11 ભરવાડો સામે ફરિયાદ નોંધાવી હતી.જોકે આજ સુધી એક પણ ભરવાડ હરણી પોલીસથી પકડાયો નથી.

Most Popular

To Top