સરકારી બાબુઓની બેંક. સરકારી જમાઇઓ, કોઇને રોકટોક નહિ, મેનેજમેન્ટ લાચાર, કર્મચારીઓનું તોછડું વર્તન. કોઇપણ નજીવા કામ માટે બે વાર ધક્કે ચડાવે. યુનિયનો આગળ બેંક લાચાર. જયારે ખાનગી અને સહકારી બેંકોનું મેનેજમેન્ટ લોકલ સ્તરે થાય છે. વારંવાર ટ્રાન્સફર થવાની બીક, યોગ્યતા પ્રમાણે પ્રમોશન, મજબુરી અને બેકારીના કારણે ઓછા પગારે પણ કાર્યદક્ષતા જળવાઇ રહી છે, એ મોટામાં મોટો પ્લસ પોઇંટ, આ બેંકો ખાતેદારોની ફરિયાદને મોકો આપતી નથી. વાણી અને વ્યવહારમાં પણ સંયમ. અટપટુ કામ પણ હોય તો પણ વિના વિલંબે તે જ દિવસે થઇ જાય. આથી જ સ્ટાફના સાનુકુળ વર્તનથી ડીપોઝીટરો અને ડીપોઝીટ વધતી જ જાય છે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકારી કરતાં ખાનગી, સહકારી બેંકો સારી
By
Posted on