પ્રિન્સ ફિલિપ ( prince philip ) બ્રિટનથી લગભગ 16,000 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગર ( pacific ocean ) ના એક ટાપુ પર ભગવાન તરીકે પૂજાતા હતા. હવે આદિવાસીઓ તેમના નિધનના સમાચારથી આઘાતમાં છે અને મહિલાઓ તેમને યાદ કરીને ખુબ જ રડી રહી છે.
બ્રિટનની મહારાણી એલિઝાબેથ II ( queen Elizabeth 2 ) ના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે અવસાન ( death ) થયું છે. પ્રિન્સ ફિલિપના મોતથી આખા દેશમાં શોક છે, જ્યારે બ્રિટનથી આશરે 16 હજાર કિલોમીટર દૂર આવેલા એક ટાપુ પર રહેતા આદિવાસીઓ તેમના ભગવાનની વિદાયથી ચોંકી ઉઠ્યા છે. ઓસ્ટ્રેલિયા નજીકના દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વનુઆતુ ટાપુ પર રહેતા યાઓહાનાનેન આદિવાસીઓ ( Yaohananen tribes) માટે, પ્રિન્સ ફિલિપ માનવ કરતાં વધીને દેવ જેવા હતા.
યાઓહાનાનેન આદિવાસીઓનું એક જૂથ પ્રિન્સ ફિલિપની પૂજા કરે છે અને હવે તેના ગયા પછી ઊંડા શોકમાં ડૂબી ગયા છે. 10 એપ્રિલના રોજ, આ આદિવાસીઓને નજીકમાં રહેતી એક મહિલા પાસેથી પ્રિન્સ ના મરણની માહિતી મળી હતી . આ સમાચાર આવતાની સાથે જ આદિવાસીઓને મોટો આંચકો લાગ્યો. એક મહિલાના ખુબ જ રડી પડી હતી . ડેઇલી મેઇલના અહેવાલ મુજબ આદિવાસીઓને રાજકુમારના અવસાન વિશે માહિતી આપતી મહિલાએ કહ્યું કે જ્યારે મેં તેમને કહ્યું ત્યારે તેઓ ચોંકી ગયા અને પૂછ્યું કે શું હું સાચું કહું છું.
મહિલાએ કહ્યું કે તે ખૂબ જ દુ ખી છે. આ સમાચાર સાંભળીને, જ્યારે પુરુષો ઉદાસ અને નિરાશ હતા, ઘણી સ્ત્રીઓ ભાવનાત્મક થઈ ગઈ અને રડવા લાગી. રસપ્રદ વાત એ છે કે પ્રિન્સ ફિલિપ આ ટાપુ પર ક્યારેય આવ્યા નહોતા પરંતુ તેમને આ આદિવાસીઓ વિશે સંપૂર્ણ માહિતી હતી. આ ટાપુ પર કુલ 400 લોકો રહે છે. આ આદિવાસીઓ હવે રાજકુમારના અવસાનની યાદમાં પરંપરાગત નૃત્યો કરશે અને શોક વ્યક્ત કરવાની યોજના બનાવી રહ્યા છે.
એવું માનવામાં આવે છે કે આ કુળના લોકોએ 1960 ના દાયકામાં પોર્ટ વિલાની મુલાકાત દરમિયાન પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથ II ની તસવીર જોઇ હતી. ત્યારથી, આ કુળના લોકો માનવા લાગ્યા છે કે પ્રિન્સ ફિલિપ માનવ અવતાર છે, જે એક દિવસ વનુઆતુ ટાપુ પર પાછા ફરશે. બ્રિટનની તમામ રાજધાનીઓ અને નૌકા જહાજોએ શનિવારે એડિનબર્ગના રાજકુમાર દિવંગત પ્રિન્સ ફિલિપને તોપની સલામી આપી હતી. પ્રિન્સ ફિલિપનું વિન્ડસર કેસલ ખાતે શુક્રવારે 99 વર્ષની વયે અવસાન થયું હતું.