National

મુરૈનામાં વડાપ્રધાન મોદીના કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર, કહ્યું…

નવી દિલ્હી: બીજા તબક્કાના મતદાન (voting) માટે પ્રચારનો (Propaganda) ધમધમાટ શમી ગયા બાદ હવે રાજકીય પક્ષોએ આગામી તબક્કાના પ્રચાર માટે તમામ તાકાત લગાવી દીધી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે 25 એપ્રિલના રોજ યુપીથી મધ્યપ્રદેશ સુધી મોટા પાયે રેલી કરી રહ્યા છે.

આ શ્રેણીમાં પીએમ મોદીએ મધ્યપ્રદેશના મુરૈનાથી રેલીની શરૂઆત કરી હતી. મુરૈના બાદ પીએમની રેલી આગ્રાના કોઠી મીના બજાર મેદાનમાં યોજાશે. આજની ત્રીજી રેલી આમલા, બરેલીમાં બપોરે 3:30 વાગ્યે અને PM ચોથી રેલી શાહજહાંપુરમાં સાંજે 5:15 વાગ્યે કરશે.

રાજકુમાર દરરોજ મોદીનું અપમાન કરવામાં આનંદ માણી રહ્યા છે – PM મોદી
રેલી દરમિયાન એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું, હલના દિવસોમાં કોંગ્રેસનો રાજકુમાર મોદીનું અપમાન કરવામાં આનંદ માણી રહ્યો છે. કેટલાક લોકોને આ વાતનું દુ:ખ છે કે દેશના વડાપ્રધાન માટે આવી ભાષા શા માટે વાપરવામાં આવી રહી છે. મારી દરેકને વિનંતી છે કે મહેરબાની કરીને દુઃખી ન થાઓ, ગુસ્સો ન કરો, તમે જાણો છો કે તેઓ નામદાર છે અને અમે કામદારો છીએ.

ભારતના ઇતિહાસમાં નામદારો હંમેસા જ કામદારોનો વિરોધ અને તેમના માટે ખરાબ ભાષાનો ઉપયોગ કરતા આવ્યા છે. અમે કામદારો છીયે એટલે અમે આવી ભાષાને સહન કરી લેશુ. તેમજ અમે માં ભારતીની સેવા કરતા રહીશું. પીએમ મોદી એ પોતાની વાત આગળ ધપાવતા કહ્યું, આજે કોંગ્રેસ ફરી એકવાર ખુરશી માટે સંઘર્ષ કરી રહી છે. લોકોની આંખમાં ધૂળ જોંકી રહી છે. તેમજ સત્તા માટે આ લોકો ફરીથી ધાર્મિક તુષ્ટિકરણનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

શું કહ્યું પીએમ મોદીએ?
રાહુલ ગાંધી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આજકાલ કોંગ્રેસના રાજવી પરિવારના રાજકુમારો દેશભરમાં જોર જોરથી કહી રહ્યા છે કે હવે તમારી સંપત્તિનો એક્સ-રે કરવામાં આવશે. આપણી માતાઓ અને બહેનો પાસે જે પવિત્ર સંપત્તિ છે. કોંગ્રેસ પોતાની વોટબેંક મજબૂત કરવા માટે તેને કબજે કરીને વહેંચવાની જાહેરમાં જાહેરાત કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે આજે દેશ કહે છે કે કોંગ્રેસે જીવન દરમિયાન અને જીવન પછી પણ લૂંટ કરી છે. વર્ષ 2014માં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું હતું કે ધર્મના આધારે અનામત આપવા માટે કાયદો બનાવવો પડશે તો કાયદો પણ બનાવશે, પરંતુ 2014માં દલિત, ઓબીસી અને આદિવાસી સમાજ જાગ્યો અને ત્યાર બાદ તમામ સમાજો એક થયા અને કોંગ્રેસના સપનાઓને માટીમાં ભેળવી દીધા.

Most Popular

To Top