સુરત: વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીના (Narendra Modi) 72મા જન્મદિવસની (Birthday) ઉજવણી17 સપ્ટેમ્બરે સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ‘સેવા દિવસ’ તરીકે ઉજવીને કરવામાં આવશે તેવું કહેતાં વાહન-વ્યવહાર મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) 17મી ઓગસ્ટના રોજ થનારા કાર્યક્રમોની વિગતો પત્રકાર પરિષદમાં આપી હતી.મોદીએ જણાવ્યું હતું કે, શનિવારે વડાપ્રધાનનો જન્મદિવસ હોય, પશ્વિમ વિધાનસભા વિસ્તારમાં 72 જેટલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્થાનિક વેપારી, વ્યવસાયી, રિક્ષાચાલકો, સલૂનો, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર, હોટેલ-રેસ્ટોરાં બેકરી, ફ્લોર મિલ, ડેરી, મીઠાઈની દુકાન, નમકીન સ્ટોર, ગારમેન્ટની દુકાન, સ્કૂલ અને વિવિધ સ્ટોરના સંચાલકો દ્વારા 15થી લઈ 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હોલમાં પણ 25 % ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું
ઉપરાંત સ્થાનિક વેપારી, વ્યવસાયી, રિક્ષાચાલકો, સલૂનો, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર, હોટેલ-રેસ્ટોરાં બેકરી, ફ્લોર મિલ, ડેરી, મીઠાઈની દુકાન, નમકીન સ્ટોર, ગારમેન્ટની દુકાન, સ્કૂલ અને વિવિધ સ્ટોરના સંચાલકો દ્વારા 15થી લઈ 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ચાર જગ્યાએ ચા તદ્દન મફત આખો દિવસ આપવામાં આવશે, તો સિનેમા હોલમાં પણ 25 % ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. હોટલ-રેસ્ટોરામાં શનિ-રવિ બે દિવસ અને સલૂનોમાં શુક્રવાર-શનિવાર ડિસ્કાઉન્ટની જાહેરાત થઇ છે. ઉપરાંત ચાર જગ્યાએથી ચાનું વિનામૂલ્યે વિતરણ, લોકોના મનોરંજન અને સેવાના કાર્યક્રમો યોજાશે.
વિવિધ સન્માન, મહાઆરતી સાથે મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના થશે
નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ 72 સ્વચ્છતા કર્મીઓનું સન્માન, 72 ઘર દીવડાનું સન્માન, 72 કોરોનામાં માતા-પિતા, વાલી ગુમાવનાર વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, 72 સ્થળે વૃક્ષારોપણ, 72 દિવ્યાંગ સાથે ભોજન અને શુભેચ્છા ભેટ, 72 વૃદ્ધનું સન્માન સાથે સ્નેહ ભોજન, 72 આંગણવાડીનાં બાળકને આહાર કિટનું વિતરણ, 720 પરિવારને અનાજની કિટ વિતરણ સહિતનું અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોદીના જન્મદિન નિમિત્તે ભાજપ યુવા મોર્ચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સિંહે વિગત આપતા જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાજિક અને સેવાકીયકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ 30 વોર્ડમાં યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 21 સપ્ટેમ્બરના દિવસે મહિલા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા સમગ્ર શહેરમાં દરેક વોર્ડ દીઠ 200 મહિલા એટલે કે 6000 મહિલાઓનું હિમોગ્લોબીન ચેક અપ નો કાર્યક્રમ થશે. 25 સપ્ટેમ્બરના દિવસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ નિમિતે તમામ વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ નિમિતે સુરત શહેરમાં સાફ સફાઈ અને હોસ્પિટલમાં સેવાનો કાર્યક્રમ થશે.