સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિના જણાવ્યા પ્રમાણે સ્વચ્છ ભારત સર્વેક્ષણ હેઠળ કેન્દ્ર સરકારે દેશના ફાઇવ સ્ટાર સીટીનું એનાલીસિસ કરી રેન્કિંગ જાહેર કર્યા છે. તેમાં દેશનાં છ શહેરોને ફાઈવ સ્ટાર સિટી જાહેર કર્યાં છે જેમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. સુરત શહેર માટે આ અત્યંત ગૌરવપૂર્ણ ઘટના ગણાય. અન્ય શહેરોમાં અંબિકાપુર, રાજકોટ, મૈસુર, ઇન્દોર અને નવી મુંબઈનો સમાવેશ થયો છે. આ ફાઈવ સ્ટાર રેટિંગ માટે ૧૪૩૫ શહેરો દ્વારા ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી, તે પૈકી ૧૪૧ શહેરોને સ્ટાર રેટિંગ કેટેગરીમાં સર્ટીફીકેટ આપવામાં આવ્યા, જેમાં ૭૦ શહેરોને વન સ્ટાર,૬૫ શહેરોને ૩ સ્ટાર અને ફ્કત છ શહેરોને ફાઈવ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે, જેમાં સુરત શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫૦૦ માંથી ૧૩૦૦ ગુણ મેળવ્યા છે. એવું ચોક્કસ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના હજારો સફાઈ કામદારો, આરોગ્ય ખાતાના કર્મચારીઓ તથા સુરત શહેરના નાગરિકોના સહકારથી સુરતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરતનું ગૌરવ
By
Posted on