દિવસે ને દિવસે છૂટાછેડાના પ્રમાણ વધતા જાય છે. મનોચિકિત્સકોને ત્યાં આવા કેસનો ભરાવો થતો જાય છે. પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાનાં તાર વેરવિખેર થઈ જવાના કિસ્સાઓ નળીયે જઈને પોકારે છે.પેરેન્ટ્સ અને સંતાનો,પતિ-પત્ની અને પરિવાર વચ્ચે અંદરોઅંદર અપમાન,આત્મ સન્માનને ઠેસ પહોંચાડતી ઘટનાઓથી ખદબદી રહ્યો છે.ઓફિસ અને ધંધામાં ડીપ્રેશન ચરમસીમાએ છે.
એક સંતાનનું ઘડતર કરતા એક પરિવારને નવ નેજા આવી જાય છે. જીવનસાથી-જીવનસંગિની વચ્ચે દામ્પત્ય જીવન કે પેરેન્ટ્સ અને ચીલ્ડ્રનનાં સંબંધો જે ભયજનક વણસતા જાય છે.તેનું પુન:સ્થાપન કરવા ફેમિલી કોર્ટ,સામાજિક સંસ્થાઓના નિષ્ણાત કાઉન્સેલરો જે તારણો એવા ચોંકાવનારા આપે છે.મનોચિકિત્સકો પાસે પેરેન્ટ્સ પણ કુટુંબ તોડવામાં તેઓ કેમ નિમિત્ત બનતા જાય છે.તે માટે સારવાર લેતાં થયા છે.
અંકલેશ્વર -વિરેન્દ્રસિંહ અટોદરીયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.